Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightએન્જિનિયરના ઘરે રેડ પાડી તો વિજેલન્સ ટીમના અધિકારી જોઈ માથું ખંજવાળવા લાગ્યા

એન્જિનિયરના ઘરે રેડ પાડી તો વિજેલન્સ ટીમના અધિકારી જોઈ માથું ખંજવાળવા લાગ્યા

બિહારના પટનામાં શુક્રવારે વિજેલન્સની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમના એન્જિનિયર રવિન્દ્ર કુમારના ઘરે રેડ પાડી હતી. જે લગભગ 11 કલાક સુધી ચાલી હતી. આ રેડમાં અત્યારસુધી એન્જિનિયર પાસે લગભગ 2.83 કરોડ રૂપિાની સ્થાયી અને અસ્થાયી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. જેના પાક્કા સબૂત મળ્યા પણ છે.

વિજેલન્સની કાર્યવાહીથી સ્પષ્ટ થઈ ગયું છે કે, રવિન્દ્રકુમાર સરકારી નોકરીમાં આવ્યા પછી રૂપિયા ચાંઉ કરી જતો હતો. તેમના ઘરે રેડ કરનારી ટીમ ત્યારે ચોંકી ગઈ જ્યારે તેમના ઘરમાંથી બેક ટુ બેક કેશ રૂપિયા મળ્યા. એન્જિનિયરના ઘરેથી 1.43 કરોડ રૂપિયા કેશ મળ્યા છે. સૂત્ર મુજબ, જ્યારે ઘરની અલગ-અલગ જગ્યાએથી કેશ રૂપિયા મળ્યા ત્યારે તેને ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું.

આ ઉપરાંત 20 લાખ રૂપિયાની FD મળી છે. 67 લાખ રૂપિયાના કિંમતી સોના-ચાંદની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. અલગ-અલગ બેન્કના 15 એકાઉન્ટની ડિટેઇલ મળી છે. આ એકાઉન્ટમાં 53 લાક રૂપિયા જમા છે. એટલું જ નહીં એન્જિનિયર સાહેબે પત્નીના નામે અલગ-અલગ સ્થળ પર કિંમતી પ્રોપર્ટી ખરીદી છે. જેના દસ્તાવેજ પણ મળ્યા છે. પત્નીના નામ પર મળેલી પ્રોપર્ટીની કિંમત 1 કરોડ 23 લાખ 3948 રૂપિયા છે.

બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમ લિમિટેડના એન્જિનિયર રવિન્દ્ર કુમારનું પોસ્ટિંગ પૂર્વમાં વૈશાલી પથ પ્રમંડલ હાજીપુરમાં છે. તેમના વિરુદ્ધ વિજેલન્સની હેડ ઓફિસથી આવક કરતાં વધારે સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. આ પછી શુક્રવારે લગભગ સવારે 9 વાગ્યે DSP સર્વેશ કુમાર સિંહની આગેવાનીમાં વિજેલન્સની ટીમે રેડ પાડી હતી.

ટીમ પટનાના શાસ્ત્રી નગર પોલીસની સાથે મોહનપુર વિસ્તારમાં રહેતાં રજિયા મંજિલ નામના એન્જિનિયરના આલિશાન ઘરે પહોંચી હતી. ટીમે આખા બંગલામાં તપાસ હાથ ધરી હતી. દરેક રૂમના સામાનની તપાસ કરી હતી. ઘરની અંદર હાજર લોકોની વારાફરતી પૂછપરછ કરી હતી. વિજેલન્સની કાર્યવાહી સાંજ સુધી ચાલી હતી. આખી કાર્યવાહી પર વિજેલન્સના હેડની પણ નજર હતી.

વિજેલન્સે આ અંગે ગત 11 ઓગસ્ટે જ એન્જિનિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. કેસ દાખલ કર્યા પછી એક દિવસ બાદ પણ કાર્યવાહી કરી હતી. મુખ્યાલય મુજબ અત્યારે પણ ઘણી સંપતિ એવી છે જેના સબૂત એન્જિનિયર પાસેથી મળ્યા નથી. જેના વિશે તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? ? into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just read, immerse yourself in the thrill! ? ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page