Monday, April 15, 2024
Google search engine
HomeGujaratIMDએ 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

IMDએ 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હાલ દેશમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ બુલેટિનમાં કહેવાયું છે કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઓડિશા રાજસ્થાન અને ગુજરાતમાં મૂશળધાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં આગામી એક અઠવાડીયા સુધી ભારે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે, મોનસૂનના શરૂઆતના સમયમાં ઓછો વરસાદ થવા છતાં જુલાઈના અંત અને ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં વરસાદની એવરેજ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યો એવા છે જ્યાં એવરેજથી વધારે વરસાદ નોંધાયો છે. 21 રાજ્યોમાં વરસાદ સામાન્યના આંકડે પહોંચવાના નજીક છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સહિત રાજ્યના અન્ય ભાગમાં છેલ્લા 24 કલાકથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યના કેટલાક ભાગમાં સામાન્યથી ભારે વરસાદ થયો. જબલપુરમાં 200 મીમી વરસાદ નોંધાયો હતો.

મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં આગામી એક અઠવાડીયામાં ભારે વરસાદનું અનુમાન છે. અરબ સાગરમાં 55 કિમીની ઝડપે હવા ચાલવાની સંભાવના છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page