Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodસિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં એક્ટ્રેસ સંભાવના સેઠ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જુઓ...

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં એક્ટ્રેસ સંભાવના સેઠ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જુઓ તસવીરો

ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ફેન્સને ઘેરો આઘાત લાગ્યો છે. પોસ્ટ મોર્ટમ બાદ સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર 3 સપ્ટેમ્બર શુક્રવારના રોજ મુંબઈના ઓશિવારા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે પરિવાર, સેલેબ્સ તથા ચાહકો ઉમટી પડ્યા હતા. ઓશિવારા સ્મશાનમાં સિદ્ધાર્થ શુક્લાના બ્રહ્માકુમારી રીત રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન ભોજપુરી તથા ટીવી સ્ટાર સંભાવના સેઠ તથા તેના પતિ અવિનાશ દ્વિવેદીનો મુંબઈ પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. અંતિમ યાત્રામાં સંભાવના શેઠના વલણની લોકોએ ખૂબ ટીકા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભીડને કન્ટ્રોલ કરતી વખતે ટીવી સ્ટાર સંભાવના સેઠના પતિ અવિનાશ દ્વિવેદીને પોલીસનો ધક્કો લાગ્યો હતો અને ત્યારબાદ સંભાવના સેઠ પણ ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ હતી. તે પોલીસ પર આક્રોશ વ્યક્ત કરતાં જોવા મળી હતી.

માનવામાં આવે છે કે સંભાવના તથા અવિનાશને મુંબઈ પોલીસે સ્મશાનની અંદર જતાં રોક્યા હતા. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસ ચાહકોને અંદર જવા દેતી નહોતી. આ દરમિયાન પોલીસ ઓળખી ન શકતાં સંભાવના તથા અવિનાશને અટકાવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અવિનાશે સફેદને બદલે રંગીન કપડાં પહેર્યા હતા અને તેના હાથમાં મોબાઈલ જોઈને પોલીસને એમ લાગ્યું કે તે કોઈ મીડિયાકર્મી છે. આથી જ અવિનાશ અને પોલીસ વચ્ચે દલીલો થવા લાગી હતી. થોડીવાર બાદ પોલીસે અવિનાશને ધક્કો માર્યો હતો. આથી સંભાવના ગુસ્સે થઈ હતી.

અભિનેત્રી સંભાવના શેઠ વીડિયોમાં કહેતી જણાય છે કે પોલીસકર્મીએ પતિ અવિનાશને થપ્પડ મારી હતી. આ દરમિયાન એક વ્યક્તિ દરમિયાનગીરી કરે છે અને સંભાવનાને હાથ જોડીને સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે જવાનું કહે છે.

જોકે સંભાવના શેઠના આ વલણની લોકોએ ખૂબ ટીકા પણ કરી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this gambling website and succeeded a substantial sum of money, but later, my mother fell ill, and I required to take out some funds from my account. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to the online casino. I request for your assistance in reporting this website. Please help me to achieve justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page