Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodતોફાની ટપુડાની બેસ્ટી યાદ છે? નાનકડી સોનુ હવે થઈ ગઈ મોટી, જુઓ...

તોફાની ટપુડાની બેસ્ટી યાદ છે? નાનકડી સોનુ હવે થઈ ગઈ મોટી, જુઓ હવે કેવી લાગે?

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં પલક સિધવાણી સોનુનો રોલ પ્લે કરી રહી છે. જોકે, જ્યારે આ સીરિયલ શરૂ થઈ ત્યારે સોનુનો રોલ ઝીલ મહેતા પ્લે કરતી હતી. હાલમાં ઝીલ 21 વર્ષની થઈ ગઈ છે. તેણે 14 વર્ષની ઉંમરમાં આ શો છોડ્યો હતો.

10મા ધોરણમાં આવતા સીરિયલ છોડી હતી
‘તારક મહેતા..’ને કારણે ઝીલ લોકપ્રિય થઈ હતી. આ સીરિયલે ઝીલને પૈસા તથા ફૅમ મળ્યાં હતાં. જોકે, ઝીલ અભ્યાસ પર ફોકસ કરવા માગતી હોવાને કારણે તેણે પેરેન્ટ્સની સહમતીથી આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. તેને બોર્ડ એક્ઝામમાં 93.33 ટકા આવ્યાં હતાં.

આટલા ટકા આવ્યા તો પણ કોર્મસ લીધું:
ઝીલને બોર્ડમાં 93.33 ટકા આવ્યા બાદ તેના ફ્રેન્ડ્સ તથા પરિવારને એમ જ હતું કે તે સાયન્સ લેશે. જોકે, ઝીલે બધાને ખોટા પાડીને કોમર્સ લીધું હતું. આ વાતથી અનેકને નવાઈ લાગી હતી. ઝીલે NMMIS યુનિવર્સિટીમાંથી બીબીએ કર્યું હતું.

સંતાનમાં એક માત્ર દીકરી
ઝીલની માતા લતા મહેતા બ્યૂટીશિયન તરીકે કામ કરે છે, જ્યારે તેના પિતા નલીન મહેતા બિઝનેસમેન તરીકે કામ કરે છે. તેમને સંતાનમાં એક માત્ર દીકરી જ છે. તેમણે દીકરીને દીકરા તરીકે ઉછેરી છે. આટલું જ નહીં ઝીલને પિતા કરતાં માતા વધુ લાડ લડાવે છે. આટલું જ નહીં માતા-પિતાને ઝીલને પર ઘણો ગર્વ છે.

એક્ટિંગ હોબી તરીકે પસંદ છેઃ
ઝીલ ક્યારેય એક્ટિંગને કરિયરને તરીકે લેવા માગતી નહોતી. તેને એક્ટિંગ હોબી તરીકે જ પસંદ હતી. આટલા વર્ષો બાદ પણ ઝીલ મહેતાના લોકો સોનુ તરીકે ઓળખે છે અને તેના ઓટોગ્રાફ માગે છે.

સીરિયલના સેટ પર જાય છેઃ
ઝીલ આજે પણ ‘તારક મહેતા..’ના સેટ પર જાય છે અને કલાકરોને મળે છે. ઝીલને આ સીરિયલ જોવી ઘણી જ પસંદ છે અને તે આ સીરિયલના જૂના એપિસોડ પણ જોતી રહેતી હોય છે. ઝીલને 18મા જન્મદિવસ પર તેના ‘તારક મહેતા..’ના શરૂઆતના 50 એપિસોડની ડીવીડી ગિફ્ટમાં આપી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your thoughts soar! ✨ Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page