માત્ર 1 કલાકમાં જ અબજોપતિ મુકેશ અંબાણીને અધધધ રૂપિયાનું થયું મોટું નુકસાન

Business

મુંબઈ: સોમવારે શેરબજારમાં એક કલાકનાં કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરમાં 7 ટકા જેટો ઘટાડો નોંધાયો હતો. જેને કારણે મુકેશ અંબાણીને એક કલાકમાં જ 56 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું છે. આખું શેર માર્કેટ અચંબામાં પડી ગયું છે કે, દેશની સૌથી મોટી કંપનીનાં શેરોમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો. આ પહેલાં 28 ફેબ્રુઆરીએ રિલાયન્સનાં શેરોમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે દિવસે આખા દિવસ દરમિયાનનાં કારોબારમાં 58 કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. સોમવારે જ શેરબજારમાં 1942 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણીને એક કલાકનાં કારોબારમાં જ 56 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વાસ્તવમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેર્સમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે બીએસઈમાં કંપનીના શેરની કિંમત શેર દીઠ 1180.65 રૂપિયા પર આવી છે. જ્યારે શુક્રવારે કંપનીના શેરની કિંમત શેરદીઠ 1270.05 પર બંધ રહી હતી. આ ઘટાડાને કારણે કંપનીની બીએસઈની માર્કેટકેપ 7,48,255.44 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે શુક્રવારે કંપનીની માર્કેટકેપ લગભગ 8,04,914 કરોડ રૂપિયા હતી. બંને કારોબારી દિવસોની વચ્ચેનું અંતર જ મુકેશ અંબાણીનું નુકસાન છે. એન્ટિલિયાની કિંમત અંદાજે 10000 હજાર કરોડ હોવાનું કહેવાય છે. આમ  આ ખોટ 5-6 એન્ટિલિયા બની જાય એટલી છે.

વાસ્તવમાં શેરબજારમાં નુકસાન ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો ક્રેશ થવાને કારણે થઈ છે. રિલાયન્સ કાચા તેલનાં બિઝનેસમાં પણ છે અને તેણે સાઉદી અરામકો સાથે ભાગીદારી પણ કરી છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવવાને કારણે સાઉદી અરામકોનાં શેરમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે તેની કિંમત 30 રિયાલ પર આવી ગઈ છે. જ્યારે વિતેલાં કારોબારી દિવસે કંપનીનો શેર 33 રિયાલ પર બંધ રહ્યો હતો. જાણકારોનું કહેવું છે કે, મુકેશ અંબાણીને પણ આ જ કારણે નુકસાન થયું છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની પહેલી એવી કંપની છે જેનું માર્કેટ 10 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યુ છે. છેલ્લે 28 નવેમ્બરે કંપનીની માર્કેટકેપ 10 લાખ કરોડ રૂપિયાને પાર ગઈ હતી.

છેલ્લાં 100 દિવસોમાં કંપનીનાં કારોબાર અને કંપનીનાં શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ દરમ્યાન કંપનીની માર્કેટકેપમાં 2.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ હતુ. આ ઘટાડા સાથે કંપનીની બીએસઈ માર્કેટકેપ 7,48,255.44 કરોડ રૂપિયા રહી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *