Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratરાજકોટ: મહિલા ASI-પોલીસ કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ: મહિલા ASI-પોલીસ કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ: મહિલા ASI ખૂશ્બુ અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ અપમૃત્યુ કેસમાં FSL રિપોર્ટમાં કેટલાંક મોટા ખુલાસા થયા છે. ખૂશ્બુએ પહેલા રવિરાજ સિંહને ગોળી મારી હતી ત્યાર બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.

રાજકોટ ઝોન-2ના ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ખૂશ્બુ કાનાબાર અને રવિરાજ સિંહ જાડેજા વચ્ચે છેલ્લા 9 મહિનાથી પ્રેમસંબંધો બંધાયા હતાં. જોકે 15 દિવસ પહેલાં જ તે બન્ને સાથે ફરવા માટે મુંબઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે, બંને એકબીજાને મોબાઈલ પર પતિ-પત્ની તરીકે સંબોધતા હતા.

ખુશ્બુ અને રવિરાજ દરરોજ મળતાં હતા અને મોડી રાત સુધી મોબાઈલ પર ચેટિંગ પણ કરતા હતાં. બન્ને મોટા ભાગે રોજ જ એકસાથે જ જમતા હતાં. બંને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો પણ એકબીજા સાથે રોજ બોલાચાલી અને તકરાર પણ થતી હતી. રવિરાજને ઘણીવાર ખૂશ્બુના ઘરે જ રોકાઈ જતો હતો. મુંબઈ ફરવા ગયા ત્યારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. રવિરાજ ખુશ્બુને આર્થિક મદદ પણ કરતો હતો.

ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજને અંદાજે 4 ફૂટ દૂરથી ગોળી મારી પોતે રવિરાજ સિંહનાં મૃતદેહનાં ખોળામાં માથું મુકી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. ફાયરિંગની ઘટના સમયે રવિરાજ જવાની તૈયારીમાં જ હતો અને ખુશ્બૂએ પુરા કપડાં પહેર્યાં ન હતા.

મોતના બે દિવસ પહેલાં બર્થ-ડે પાર્ટીમાં ગરબે ઘૂમી હતી ASI ખુશ્બુ

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this gambling website and won a significant sum of money, but eventually, my mother fell ill, and I needed to cash out some earnings from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I plead for your support in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page