Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતી સિંગર કિંજલ દવેની તસવીરો મોર્ફ કરવાના કેસમાં કોર્ટે યુવકને શું ફટકારી...

ગુજરાતી સિંગર કિંજલ દવેની તસવીરો મોર્ફ કરવાના કેસમાં કોર્ટે યુવકને શું ફટકારી સજા?

અમદાવાદ: ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ફેમ સિંગર કિંજલ દવેની તસવીરો મોર્ફ કરીને તેને ઈન્ટરનેટ પર વાયરલ કરનાર યુવકને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે દોષમુક્ત જાહેર કર્યો હતો. આ કેસમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં કોર્ટે ત્રણ જૂનના રોજ પોતાનો નિર્ણય સંભળાવતાં આરોપીને દોષમુક્ત જાહેર કર્યો હતો.

2017ના વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સિંગર કિંજલ દવેએ લગ્ન કરી લીધા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. હકીકતમાં આ તસવીરો નીરજ મકવાણા નામના યુવકો મોર્ફ કરીને ઈન્ટરનેટ પર વહેતી કરી હતી. આ મામલે કિંજલ દવેએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

અમરાઇવાડીના નીરજ મકવાણાએ તસવીરો વાયરલ કરીને દાવો કર્યો હતો કે, તેણે સિંગર કિંજલ દવે સાથે લગ્ન કરી લીધા છે. આ તસવીરોએ જે તે સમયે ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલતાં આરોપીએ કોર્ટમાં માફી માંગી હતી અને સિંગર સાથે સમાધાન કર્યું હતું.

આરોપીએ કોર્ટમાં જણાવ્યું હતું પોતાની પત્ની સાથે ઝઘડો થયા બાદ તેણે ગુસ્સામાં આવીને કિંજલ દવેની મોર્ફ કરેલી તસવીરો વહેતી મૂકી દીધી હતી. આવું કરવા પાછળનો તેનો બીજો કોઈ ઈરાદો ન હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ સમાધાનની ફોર્મ્યુલાને માન્ય રાખીને કેસનો નિકાલ કર્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page