Thursday, April 25, 2024
Google search engine
HomeFeature Rightભારતમાં પહેલીવાર પાણીની અંદર દોડશે મેટ્રો ટ્રેન, પીયૂષ ગોયલે શેર કર્યો વીડિયો

ભારતમાં પહેલીવાર પાણીની અંદર દોડશે મેટ્રો ટ્રેન, પીયૂષ ગોયલે શેર કર્યો વીડિયો

કોલકાત્તાઃ દેશમાં જલદી પહેલી વખત કોઈ નદીની અંદરથી મેટ્રો ટ્રેન પસાર થશે. કોલકાતાની હુગલી નદી નીચેથી 530 મીટર લાંબી અને લગભગ 30 મીટર ઊંડી ટનલ બનાવવામાં આવી રહી છે. નદી નીચેથી પસાર થતી આ ટનલે પાર કરવામાં મેટ્રોને અંદાજે 60 સેકન્ડનો સમય લાગશે. રેલમંત્રી પીયૂષ ગોયલે એક વીડિયો ટ્વીટ કરીને શેર કર્યો છે અને કહ્યું કે, જલદી આ ટ્રેન દોડશે.

પીયૂષ ગોયલે વીડિયો ટ્વીટ કરતા લખ્યું હતું કે, ભારતની પહેલી અંડર વોટર ટ્રેન જલદી કોલકાતામાં હુગલી નદી નીચે દોડશે. ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ આ ટ્રેન દેશમાં નિરંતર થઈ રહેલી રેલવેની પ્રગતિનું પ્રતિક છે. આ ટ્રેનથી કોલકાતા નિવાસીઓને સુવિધા અને દેશને ગર્વનો અનુભવ થશે.


વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, પહેલી અંડર વોટર કોલકાતા મેટ્રો સોલ્ટ લેક સેક્ટર 5થી હાવડા મેદાન સુધી મુસાફરી માટે તૈયાર થઈ રહી છે. 2 ફેસમાં વહેંચાયેલી આ લાઈનમાં ફેસ-1 જલદી સામાન્ય જનતા માટે ચાલુ કરી દેવામાં આવશે. કોલકાત્તા વાલીઓને થશે ફાયદો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this casino website and won a substantial sum of cash. However, afterward, my mom fell seriously ill, and I wanted to cash out some funds from my wallet. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to such online casino. I urgently plead for your assistance in reporting this concern with the site. Please help me to find justice, to ensure others do not endure the pain I’m facing today, and avert them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page