Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalVideo: દારૂ પીને કાર ચલાવનાર શખ્સે ફૂટપાથ પર ચાલી રહેલા ડઝન લોકોને...

Video: દારૂ પીને કાર ચલાવનાર શખ્સે ફૂટપાથ પર ચાલી રહેલા ડઝન લોકોને કચડ્યાં

બેંગાલુરુઃ બેંગાલુરુના એચએસઆર લેઆઉટ વિસ્તારમાં દારૂ પીને કાર ચલાવનાર શખ્સે ફૂટપાથ પર કાર ચઢાવી દેતાં કેટલાંક લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે આ શખ્સની અટકાયત કરી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કેસ કરવામાં આવ્યો છે.

કર્ણાટકના બેંગલુરુમાં દારૂ પીને કાર ચલાવનાર શખ્સે ફૂટપાથ પર ચાલી રહેલા લોકો પર ચઢાવી દીધી હતી જેનો સીસીટીવી સામે આવ્યા છે. આ શખ્સ કાર ફૂટપાથ પર ચઢાવતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકને લોકો માર માર્યો હતો તેવું જાણવા મળ્યું હતું.

અકસ્માતનો આ વીડિયો હાલ વાયરલ થયો છે અને તમે આ વીડિયો એકવાર જોશો તો તમે પણ ગભરાઈ જશો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અંદાજે 10 લોકો ફૂટપાથ પર ચાલી રહ્યાં હતા તે દરમિયાન અચાનક પાછળથી એક કાર આવે છે જે લોકોની પર ચઢી જાય છે જોકે ચાલી રહેલા લોકોમાંથી 4 કે 5 લોકોની નજર કાર પર પડતાં તેઓ કૂદકો મારીને સાઈડમાં જતાં રહે છે.


સમગ્ર ઘટના બાદ દારૂ પીને કાર ચલાવનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. આ ઘટના બેંગલુરુંના હોસુર-સરજાપુર વિસ્તારની છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page