Saturday, June 15, 2024
Google search engine
HomeGujaratગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, જેનો સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે-ઘરે કરી શકે...

ગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, જેનો સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે-ઘરે કરી શકે વાત

અમદાવાદ: ગુજરાતમાં ઘણા એવા ગામો છે જે ખૂબ વિકસિત છે. આજે આપણે જે ગામની વાત કરવાના છીએ તે વાંચીને તમને ચોક્કસ લાગશે કે ગુજરાતના ગામડાઓ હવે શહેરને ટક્કર આપવા લાગ્યા છે. વાત છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલકાના હાંડીયા ગામની.

અંદાજે 2000 લોકોની વસ્તી ધરાવતું હાંડીયા ગામ વીરપુર તાલુકના 62 ગામોમાંથી નંબર વનનું સ્થાન ધરાવે છે. એક આદર્શ ગામમાં હોવી જોઈએ તેવી તમામ સુવિધાઓ હાંડીયા ગામમાં છે. આખું ગામ આરોનું સ્વચ્છ પાણી પીવે છે. ગામમાં 50 જેટલાં CCTV કેમરા ફીટ કરવામાં આવ્યા છે. ગામના ખૂણે ખૂણેથી લઈને ગામ બહાર બે કિલોમિટર સુધી વાઈફાઈની સુવિધા મળી રહે છે . દરેક ચાર રસ્તા પર સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેનાથી એલઈડી લાઈટ ચાલે છે અને ગામ ઝળહળી ઉઠે છે.

ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી જોવા નહીં મળે
હાંડિયા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, દૂધ મંડળી અને અધતન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ છે. આ ઉપરાંત ગામમાં બધા ઘરો ગટર સાથે જોડાયેલા છે અને 100 ટકા શૌચાલયો છે. ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી જોવા નહીં મળે, કેમ કે તમામ રસ્તાઓ આરસીસીના બનાવવવામાં આવ્યા છે. તેમજ બાળકો માટે આધુનિક સાધનો સાથે પ્લે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. પંચાયત દ્વારા ગામ માટે પોતાનુ ફોગીંગ મશીન વસાવવામાં આવ્યું છે અને મનોરંજન માટે ઓપન એર થીયેટર પણ બનાવવામાં આવ્યુ છે.

ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ
એટલું જ નહીં ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં ગામના ઘરે ઘરે સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેના દ્વારા સરકારી યોજનાઓ કે લોકઉપયોગી કામોની જાહેરાત કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ગામલોકોને સંબોધી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ગામના લોકોએ 8 હજારથી વધુ સરગવા અને 10થી વધુ સાગના વૃક્ષો આવી પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરી છે.

ગામનું એક પણ ઘર નોકરીથી નથી વંચિત
હાંડિયા ગામની અંદાજે 2 હજારની વસ્તીમાં 200 ઘર છે. ગામમાંથી 150થી વધુ શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો તેમજ ક્લાસ 1-2 અધિકારીઓ તૈયાર થયા છે. જે જિલ્લામાં તેમજ ગુજરાતમાં અન્ય જગ્યાએ નોકરી કરે છે. ગામમાં લગભગ એવું ભાગ્યે જ કોઈ ઘર હશે, જે નોકરીથી વંચિત હશે.

ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ
હાંડીયા ગામમાં બારોટ, પ્રજાપતિ , સુથાર, વાળંદ, પંચાલ વગેરે જ્ઞાતિના લોકો હળીમળીથી રહે છે. ગામમાં સામાન્ય ઝઘડાને વડીલો ઉકેલે છે. અત્યાર સુધી આ ગામમાં FIR નોંધાઇ નથી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I am very happy that even in this age of today, there are people who perform their duty of selfishness. Such facilities can become a paradise if there is a city or village everywhere. And every human being living there becomes a god. Because if everyone thinks about each other and keeps from feeling, then why does anyone need to do wrong? But our leaders or government officials, or government servants, do all sorts of fun and wrong things by collecting greed and wealth. Every single person understands society as his family. ….. It does not take long to make this earthly paradise.

  2. હું બહું આનંદીત છું કે આજના આ કલિયુગ માં પણ એવા લોકો છે કે જે સ્વાર્થવીના તેમની ફરજ બજાવે છે એવા લોકોના મારો પ્રણામ છે। આવીચ સુવિધાઓ દરેક જગ્યાએ શહેર હોય કે ગામ થઇ જાય તો આ ધરતી સ્વર્ગ બની જાય। અને ત્યાં રહેવા વાળા દરેક મનુષ્ય દેવરૂપ થઈ જાય। કારણ કે દરેક વ્યક્તિ એકબીજા વિષય વિચાર કરે અને લાગણી થી રહે તો, કોઈના ખોટું કામ કરવાની જરૂરત શું માટે ? પણ અમારા નેતાઓ કે સરકારી અધિકારી હોય કે સરકારી નોકર બદાચ લાલચી અને ધન ભેગા કરીને મસ્તી અને ખોટા કામ કરે છે। દરેક એક વ્યક્તિ સમાજ ને પોતાનું પરિવાર સમજી લે તો। …..એ ધરતી સ્વર્ગ બનાવામાં વાર ના લાગે।

  3. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? ? into this exciting adventure of imagination and let your mind fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ✨

  4. I tried my luck on this casino website and won a substantial pile of cash. However, afterward, my mom fell seriously sick, and I required to cash out some earnings from my wallet. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mother passed away due to such online casino. I urgently ask for your assistance in bringing attention to this concern with the site. Please aid me to obtain justice, to ensure others do not face the anguish I’m facing today, and stop them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments