Friday, April 19, 2024
Google search engine
HomeSportsઆઈપીએલમાં સૌરાષ્ટ્રના બોલર ચેતન સાકરિયાનો તરખાટ, ત્રણ-ત્રણ ધરખમ ખેલાડીઓને કર્યા આઉટ

આઈપીએલમાં સૌરાષ્ટ્રના બોલર ચેતન સાકરિયાનો તરખાટ, ત્રણ-ત્રણ ધરખમ ખેલાડીઓને કર્યા આઉટ

આઈપીએલમાં સૌરાષ્ટ્રનો ફાસ્ટ બોલર ચેતન સાકરિયા તરખાટ મચાવી રહ્યો છે. આઈપીએલની પહેલી મેચમાં ત્રણ વિકેટ ઝડપી ભાવનગરના નવયુવાન બોલર ચતને બધાને ચોંકાવી દીધા હતા. આઈપીએલમાં ચેતનનું ધમાકેદાર પ્રદર્શન જારી છે. સોમવારે રમાયેલી મેચમાં ચેતન સાકરિયાએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ધોની, રૈના અને રાયડુને પેવેલિયન ભેગા કર્યા હતા.

મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં રાજસ્થાનના બોલર ચેતન સાકરિયાએ દમદાર પર્ફોર્મન્સ દેખાડ્યું હતું. ચેતન સાકરિયાએ 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાએ કોઈ જેવા તેવા ખેલાડી નહીં પણ ધૂરંધરોને આઉટ કર્યા હતા. તેમાં પણ 14મી ઓવરમાં બે-બે વિકેટ ઝડપી ચેન્નાઈની ટીમમાં સોંપો પાડી દીધો હતો.

મેચમાં 14મી ઓવર ફેંકવા આવેલા ચેતન સાકરિયાએ સૌ પહેલાં અંબાતી રાયડુને 27 રને આઉટ કર્યો હતો. ત્યાર બાદ તે જ ઓવરમાં સ્ફોટક બેટ્સમેન રૈનાને 18 રને આઉટ કર્યો હતો. ત્યાર બાદ સાકરિયાએ 18મી ઓવરમાં ટી20ના બેસ્ટ ફિનિશર ધોનીને આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો.

આમ ચેતન સાકરિયાએ આઈપીએલની પહેલી મેચમાં અને ત્રીજી મેચમાં 3-3 વિકેટ ઝડપી તેણે અત્યાર સુધીમાં કુલ 6 વિકેટ ઝડપી લીધી છે. આગળ પણ સાકરિયાનું આવું ફોર્મ જારી રહેશે તેવો ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પણ તેની એન્ટ્રી થઈ શકે છે.

ચેતનની આજની સફળતા પાછળ તેના પરિવારનો ખૂબ સંઘર્ષ છૂપાયેલો છે. તેની ઘરની હાલત બહુ ખરાબ હતી. એક એવો સમય હતો જ્યારે તેની પાસે રમવા માટે શૂઝ પણ નહોતા. ચેતનના પિતા ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે ત્રણ વખત એક્સિડન્ટ થતાં તેઓ પથારીમાં ઉભા થઈ શક્યા નહોતા. જેથી ઘરની જવાબદારી ચેતન અને તેના નાના ભાઈ રાહુલ પર આવી પડી હતી. નાનાભાઈ રાહુલે ચેતનને ક્રિકેટમાં આગળ વધારવા માટે પોતે ભણવાનું છોડીને કામ શરૂ કર્યું હતું.

ચેતનના પિતા કાનજીભાઈ પાસે ટીવી લેવાના પણ પૈસા નહોતા. ચેતનના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે તેનો દીકરો ક્રિકેટ રમે. તેમની ઈચ્છા હતી કે દીકરો ભણીને નોકરી કરે જેથી પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે. ચેતન ભણવામાં બહુ હોશિયાર હતો.

ચેતને ક્રિકેટમાં શરૂઆત બેટ્સમેન તરીકે કરી હતી. બાદમાં ટીચરની સલાહથી તેણે બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. પહેલાં હાઈસ્કૂલ પછી જિલ્લા લેવલની ક્રિકેટમાં ચેતને ડંકો વગાડ્યો હતો.

બાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિશનની અન્ડર 19 ટીમમાં જગ્યા મેળવી હતી. અહીં તેણે શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં 15 ફર્સ્ટ ક્લાસ, 7 લીસ્ટ-એ અને 15 ટી20 મેચ રમી છે.

આઈપીએલની 14મી સિઝનની યોજાયેલી હરાજીમાં ચેતનને લેવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બોલી લાગી હતી. અંતે રાજસ્થાન રોયલ્સે ચેતનને 1.2 કરોડમાં ખરીદ્યો હતો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં ચેતન સાકરિયાએ આઈપીએલની પહલી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમી હતી. ડાબા હાથના બોલર ચેતન સાકરિયાએ 4 ઑવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નકોલસ પુરનનો શાનદાર કેચ પણ ઝડપ્યો હતો. ભલે આ મેચ રાજસ્થાન હારી ગયું હોય, પણ ચેતન સાકરિયાએ બધાનું દીલ જીતી લીધું હતું.

ચેતન સાકરિયાની ફેવરિટ અભિનેત્રી અનન્યા પાંડે છે. હાલમાં એક વીડિયો ચેટમાં ચેતન સાકરિયાએ અનન્યા પાંડે સાથે ડેટ પર થઈ બીચ પર શાંતિથી બેસી કૉફી પીવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your thoughts soar! ✨ Don’t just read, experience the excitement! ? ? will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page