Friday, April 12, 2024
Google search engine
HomeNationalલાડલીએ ફોઈને જણાવી બાપની કાળી કરતૂતો, બાપ બની જતો હેવાન ને દીકરીને...

લાડલીએ ફોઈને જણાવી બાપની કાળી કરતૂતો, બાપ બની જતો હેવાન ને દીકરીને પીંખી નાખતો

પાલીઃ રાજસ્થાનના પાલી જિલ્લાના સાંચૌર વિસ્તારમાં એક શરમજનક ઘટનાનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષીય દીકરીએ ફોઈને પિતાની કાળી કરતૂતો અંગે બોલી રહી છે. કોઈ કામના બહાને પિતા તેને ગાડીમાં લઈને બહાર જાય છે અને રેપ કરે છે. આટલું જ નહીં રાત્રે ઘરમાં સૂતા સમયે દીકરીના પલંગની આસપાસ જઈને અશ્લીલ હરકતો કરતો હતો. દીકરી લોકલાજને કારણે પોતાની માતાને આ ઘટના અંગે કહી શકતી નહોતી. ઓડિયો સામે આવ્યા બાદ કિશોરીના ભાઈએ નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. દીકરીનો બાપ ફરાર છે.

આ ઓડિયોમાં કિશોરી પોતાની ફોઈ સાથે વાત કરે છે. 32 મિનિટ 21 સેકન્ડના ઓડિયોમાં કિશોરી પોતાના ફોઈને પિતાની વાત કરે છે. તે કહે છે કે કેવી રીતે બાપે મોબાઈલ ગુમ થવાને બહાને તેને કારમાં લઈ ગયો હતો અને અનેક ગામ ફેરવી હતી અને રાત્રે 3 વાગે ઘરે લઈને આવ્યો હતો. આ દરમિયાન રાત્રે રસ્તામાં તેની પર રેપ કર્યો હતો. કિશોરી ફોઈને કહે છે કે તે આ વાત મમ્મીને પણ કહી શકે તેમ નથી. તેની મમ્મી પણ તેને સાથ આપશે નહીં. ઉપરથી તેની મમ્મી તેને ધમકાવે છે.

દાદીની પાસે જવા નથી દેતોઃ ફોઈ એમ કહે છે કે તે દાદી પાસે જઈને સૂવાનું રાખે. તો કિશોરી કહે છે કે તેનો બાપ તેને ઘરમાંથી બહાર જવા દેતો નથી. તેને કોઈની સાથે વાત પણ કરવા દેતો નથી. દાદીની પાસે જઈને આ ઘટના અંગે વાત પણ કરે તો તેની પર કોઈ વિશ્વાસ કરશે નહીં. તેનો બાપ મરી જાય તો તેને શાંતિ મળે.

કિશોરીના ભાઈએ આત્મહત્યા કરીઃ ઓડિયો સામે આવ્યા બાદ કિશોરીના ભાઈએ નર્મદા નહેરમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ઓડિયોમાં ભાઈનો પણ ઉલ્લેખ છે. કિશોરીએ કહ્યું હતું કે જ્યારે તેનો બાપ તેને ગાડીમાં લઈને બાહર જતો હતો ત્યારે તેણે માતા તથા ભાઈને સાથે આવવાનું કહ્યું હતું. જોકે, બાપે ના પાડી દીધી હતી. ઓડિયો વાઇરલ થયા બાદ બહેન પર બાપે બળાત્કાર કર્યો હોવાની જાણથી દુઃખી ભાઈએ સુસાઇડ કર્યું છે.

અંતિમ સંસ્કાર બાદ નિવેદન લેવામાં આવશેઃ સાંચૌરના પોલીસ અધિકારી પ્રવીણ કુમારે કહ્યું હતું કે ઓડિયની તપાસ કરવા માટે કિશોરીના ઘરે ગયા ત્યારે ખબર પડી કે ભાઈએ સુસાઇડ કર્યું છે. આ માહોલમાં કિશોરીની નિવેદન લઈ શકાય નહીં, પરંતુ એકાદ-બે દિવસમાં ભાઈના મોતના રીત રિવાજ પૂરા થયા બાદ નિવેદન લેવામાં આવશે. આ નિવેદનને આધારે બાપ પર કેસ કરવામાં આવશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities ? into this thrilling experience of discovery and let your imagination soar! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page