Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodપતિએ કચકચાવીને એક્ટ્રેસનું ગળું દબાવ્યું, પત્નીના બે ટુકડા કરીને લાશને કોથળામાં ભરી...

પતિએ કચકચાવીને એક્ટ્રેસનું ગળું દબાવ્યું, પત્નીના બે ટુકડા કરીને લાશને કોથળામાં ભરી દીધો

બાંગ્લાદેશી એક્ટ્રેસ રાયમા ઈસ્લામ શિમુની લાશ મંગળવાર, 18 જાન્યુઆરીના રોજ બે ટુકડામાં મળી હતી. પોલીસને શરૂઆતથી જ મર્ડરની આશંકા હતી અને પતિ પર જ શંકા હતી. પોલીસે શંકાના આધારે પતિ શખાવત અલીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં શખાવતે હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસના મતે આરોપી પતિ તથા તેને મદદ કરનાર મિત્ર બેકાર તથા દારૂડિયા છે. ઢાકાના DSP (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) મારુફ હુસૈન સરદારે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ હત્યા પારિવારિક ઝઘડાને કારણે થઈ હતી.

રાયમા તથા શખાવતના લગ્નને 16 વર્ષ થઈ ચૂક્યાં છે. બંનેના લવ-મેરેજ હતાં. બંનેને 2 સંતાન છે. રાયમાની બહેનના મતે, તેના જીજાજી તથા બહેન વચ્ચે એવો ઝઘડો નહોતો કે વાત હત્યા સુધી પહોંચી જાય. 45 વર્ષીય રાયમાએ 1998માં ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. રવિવાર, 16 જાન્યુઆરીના રોજ રાયમા શૂટિંગ માટે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જ્યારે તે પરત ના ફરી તો તેની બહેન ફાતિમા નિશા તથા ભાઈ શાહિદુલ ઈસ્લામે પોલીસ ફરિયાદ કરી હતી. હત્યારા પતિએ પણ 17 જાન્યુઆરીના રોજ પત્ની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી.

બાંગ્લાદેશ પોલીસની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, પતિ શખાવતે રવિવાર (16 જાન્યુઆરી)ના રોજ રાયમાની હત્યા કરી નાખી હતી. તેણે સવારે 8 વાગે રાયમાનું ગળું દબાવીને મારી નાખી હતી. ત્યાર બાદ મિત્ર ફરહાદને ફોન કરીને બોલાવ્યો હતો. બંનેએ લાશને કોથળામાં નાખ્યા બાદ પ્લાસ્ટિકના દોરાથી સીવી લીધો હતો.

લાશને ફેંકવા માટે શખાવત તથા ફરહાદે નોકરને નાસ્તા લાવવાનું કહી ઘરની બહાર મોકલી દીધો હતો. ત્યાર બાદ બંનેએ લાશને ગાડીમાં મૂકી હતી. મીરપુર તરફ ગયા, પરંતુ લાશને ફેંકી શક્યા નહીં. બંને લાશને લઈ ઘરે આવી ગયા હતા. આખો દિવસ લાશ કારમાં જ રહી હતી. સાંજે ફરી ઢાકાથી મોહમ્મદપુરા વિસ્તારની આગળ કૈરાનીગંજ તરફ ગયા. અહીં રાત્રે સાડા નવ વાગે લાશને ઝાડીઓમાં ફેંકીને પાછા આવી ગયા હતા.

24 કલાકની અંદર જ પોલીસે આ કેસ સોલ્વ કરી નાખ્યો હતો. પોલીસને હત્યાકાંડની કડી પ્લાસ્ટિકની દોરીથી મળી હતી. આ દોરીથી લાશ મૂક્યા બાદ કોથળો સીવવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે રાયમાના ઘરે આવી તો તે જ દોરીનું આખું બંડલ પતિ શખાવતની કારમાંથી મળ્યું હતું. પોલીસે આગળ કહ્યું હતું કે લાશને ઝાડીઓમાં ફેંકી આવ્યા બાદ શખાવતે કાર ધોઈ હતી. ડેડબૉડી તથા લોહીની દુર્ગંધ ના આવે તે માટે બ્લીચિંગ પાઉડરથી કાર સાફ કરી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં શખાવતે તરત જ ગુનો કબૂલી લીધો અને આખી ઘટના કહી હતી.

શિમુએ એક્ટિંગ કરિયરની શરૂઆત કાઝી હયાતની ‘પ્રેઝન્ટ’થી કરી હતી. ત્યાર બાદ તેણે દેલવર ઝહાં, ચાશી નઝરુલ ઈસ્લામ, શરીફ ઉદ્દીન ખાન સહિત વિવિધ ડિરેક્ટર્સની ફિલ્મમાં કામ કર્યું છે. 1998થી 2004 સુધી શિમુએ અંદાજે 25 ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે 50થી વધુ નાટકમાં કામ કર્યું હતું. તેણે પ્રાઇવેટ ટીવી ચેનલના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું હતું. શિમુનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your mind soar! ✨ Don’t just read, experience the excitement! ? ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page