Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalલગ્નના નવમા જ દિવસે દુલ્હન બની વિધવા, એક પછી એક હોસ્પિટલના ચક્કર...

લગ્નના નવમા જ દિવસે દુલ્હન બની વિધવા, એક પછી એક હોસ્પિટલના ચક્કર કાપ્યા પણ…

જાલોરઃ કોરોનાની બીજી લહેર દિવસે દિવસે ખતરનાક સાબિત થતી જાય છે. હવે માત્ર શહેરોમાં જ નહીં, ગામડામાં પણ કોરોનાએ આતંક મચાવવાનો શરૂ કરી દીધો છે. રાજસ્થાનના જાલોરમાં હાલમાં જ કંઈક એવી ઘટના બની કે તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

ગંભીર હાલત હોવા છતાંય ગામડાંઓમાં લગ્નપ્રસંગો યોજાઈ રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગ તો દૂર લોકો માસ્ક પણ પહેરતા નથી. આ જ કારણે હાલમાં જ એક નવવિવાહિતા લગ્નના માત્ર 9 દિવસમાં વિધવા થઈ ગઈ હતી. કોરોનાને કારણે લગ્નના થોડાંક જ કલાકમાં વરરાજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પરિસ્થિતિ બગડતા વરરાજાને પહેલાં જાલોરની હોસ્પિટલથી સિરોહી, પછી પાલનપુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. માત્ર નવ દિવસની અંદર આ બધું થયું હતું અને નવમા દિવસની સાંજે એક હોનહાર યુવાન કોરોના સામેની જંગ હારી ગયો હતો.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, જોલારના રાયપુરિયા નિવાસી ઈશ્વરસિંહ દેવડાની પુત્રી કૃષ્ણા કંવરના લગ્ન 30 એપ્રિલ, 2021ના રોજ જાલોરના જ બૈરટ નિવાસી શૈતાનસિંહ સાથે થયા હતા. કોરોનાકાળમાં વરરાજાને બેદરકારી મોંઘી પડી ગઈ હતી. તેણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાની એક પણ ગાઈડલાઈનનું પાલન કર્યું નહીં અને અંતે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

શૈતાન સિંહે 30 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. પહેલી મેના રોજ કન્યા વિદાય થઈ અને ઘરે આવ્યા બાદ ગૃહ પ્રવેશની વિધિ કરવામાં આવી હતી. અચાનક શૈતાન સિંહની તબિયત લથડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેનું શુગર લેવલ 600 પહોંચી ગયું હતું. શૈતાન સિંહની તબિયત ખરાબ થતી હતી. કહેવાય છે કે જાલોરની હોસ્પિટલમાં કોઈ સુધારો ના થતાં તેને સિરોહીની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંથી તેને પાલનપુર લઈ જવામાં આવ્યો. જોકે, વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. 9 મેના રોજ શૈતાન સિંહનું મોત થઈ ગયું.

રાજસ્થાન સરકારે વિનંતી કરી છે કે આવા સમયે લગ્ન જેવા પ્રસંગો ના કરવામાં આવે. ગહલોત સરકાર સતત ગ્રામીઓને સચેત તથા સાવધાન રહેવા માટે અપીલ કરી રહી છે. જોકે, ઘણાં ગામડાઓમાં હજી પણ કોરોના અંગે કોઈ જાગૃતિ જોવા મળી નથી.

 

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your mind roam! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page