Friday, April 12, 2024
Google search engine
HomeInternationalયુએસમાં ગેરકાયદે ઘુસવાની લ્હાયમાં કેનેડા બોર્ડર પર બરફમાં ફસાયા, શ્વાસ રુંધાતા તડપી...

યુએસમાં ગેરકાયદે ઘુસવાની લ્હાયમાં કેનેડા બોર્ડર પર બરફમાં ફસાયા, શ્વાસ રુંધાતા તડપી તડપીને મોત

ગુજરાતીઓમાં અમેરિકાનું આકર્ષણ હજી ઓછું થયું નથી. એક શોકિંગ બનાવમાં અમેરિકાની ગેરકાયદે ઘુસવાની લ્હાયમાં ચાર ગુજરાતીઓના મોત થયા હતા. અમેરિકાની બોર્ડરથી 12 મીટર અંદર કેનેડામાં પુરુષ-મહિલા અને બાળક-બાળકીનો મૃતદેહ મળી આવ્યા છે. માઈનસ 32 ડિગ્રીમાં થીજી જતા ગુજરાતી પરિવારના તડપી તડપીને મોત થયા છે. મૃતકો ઉત્તર ગુજરાતના મહેસાણા આસપાસના પટેલ પરિવારના હોવાનું જાણવા મળે છે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે. પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે, જેમાં મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. એ ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતનાં પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બાળકોના કપડાં, ડાયપર અને રમકડાં મળ્યાં
પોલીસ ફરિયાદ મુજબ આ તમામ લોકો ગુજરાતીમાં વાતો કરતા હતા. સ્નો હટાવતી ટ્રકના ડ્રાઇવરે કહ્યું કે, તેનો 19 જાન્યુઆરીના રોજ એજન્ટ શેન્ડ સાથે ભેટો થયો હતો. શેન્ડની ધરપકડ બાદ આ ભારતીયો કેનેડાની બોર્ડર પાર કરી રહ્યાં હતા અને તેમને અમેરિકામાંથી કોઈ લેવા માટે આવી રહ્યું હોવાની આશંકા હતી. કેનેડામાં ઉતર્યાં બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોના કપડાં, ડાયપર, રમકડાં, બાળકોની દવા મળ્યા છે.

અમેરિકન બોર્ડરથી માત્ર 10 મીટર દૂરથી બોડી મળી
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ મુજબ, અધિકારીઓને ત્રણ લોકોની બોડી સાથે મળી હતી. તેઓ અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મીટર જ દૂર હતા. ત્યાર બાદ પોલીસે વધુ શોધખોળ કરતા થોડે દૂરથી વધુ એક બોડી મળી હતી.

ફ્લોરિડાના એજન્ટની ધરપકડ
આ ચારેય મૃતદેહો મળ્યા બાદ ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ 7 ભારતીયોને ગેરકાયદે ઘુસાડવામાં સામેલ હોવાની આશંકા છે. કોર્ટ ડોક્યુમેન્ટ મુજબ આ લોકોએ કેનેડામાં ઘુસવા માટે મોટી રકમ લઈને ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા અપાવી ઘુસણખોરી કરાવતો હતો. કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા છે.

ચારેય ભારતીયો ગુજરાતીમાં વાતો કરતાં હતાં
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે લૉ એન્ફોર્સમેન્ટે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે બે મુસાફરો વાનમાં હતાં. કોઈપણ પ્રકારના દસ્તાવેજો વિના મુસાફરી કરનારા ભારતીય નાગરીકોને લઈને એજન્ટ મી,શાંદ આ વાન ચલાવી રહ્યાં હતાં. નોર્થ ડાકોટામાં બોર્ડર પેટ્રોલ સ્ટેશન પાસે પહોંચીને સ્ટીવ સેન્ડ બે મુસાફરો સહિત વધુ પાંચ અન્ય મુસાફરોને વાનમાં બેસાડવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. લૉ એન્ફોર્સમેન્ટના જણાવ્યા પ્રમાણે પાંચ ભારતીયો કનેડિયન બોર્ડરની થોડેક દૂર બરફમાં ચાલી રહ્યાં હતાં. આ દરમિયાન સ્ટીવ સેન્ડની ધરપકડ કરી લેવામાં આવી હતી.લૉ એન્ફોર્સમેન્ટના જણાવ્યા પ્રમાણે આ તમામ ભારતીયો સતત 11 કલાક સુધી ચાલીને બોર્ડર ક્રોસ કરી ચૂક્યા હતાં.પાંચેય જણાએ ગરમ કપડાં પહેર્યાં હતાં. બ્લેક કલરના મોજા, હૂૃડી સહિતના ગરમ કપડાં તેમના શરીર પર હતાં. આ તમામ ભારતીય નાગરીકો ગુજરાતીમાં વાતો કરતાં હતાં.

ભારતીય નાગરિકોનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં
અમેરિકા-કેનેડાની બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યા હતા, જેમાં બે શબ વયસ્કોના,એક કિશોર અને એક બાળક છે, જ્યારે શબ બરામદ થયા ત્યારે ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.

ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા
અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું હતું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે તમામનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાને કારણે થયાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ ગ્રુપનો હિસ્સો હતા જેમણે બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામાં આવ્યા છે. ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે.

ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યા
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. એને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.

એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે
તેમણે કહ્યું, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયાસને કોઈ રીતે સુવિધા આપવામાં આવી હોઈ શકે છે અને જ્યારે હવામાન માઈનસ 35 ડીગ્રી સેલ્સિયસની આસપાસ હતું ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે તેમના જ હાલ પર છોડી દેવામાં આવ્યા હતા.’ તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબાં મેદાનો, ભારે હિમવર્ષા અને સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડે છે. ઇમર્સન એ માર્ગ પર છે, જેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે, કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your thoughts soar! ? Don’t just read, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page