Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratસુરતમાં પુરુષ સર્જરી કરાવી સ્ત્રી બની ગયો, કહ્યું- મને તો લાંબી સ્કર્ટ...

સુરતમાં પુરુષ સર્જરી કરાવી સ્ત્રી બની ગયો, કહ્યું- મને તો લાંબી સ્કર્ટ પહેરવી ગમતી હતી

સુરતમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં 39 વર્ષ સુધી પુરુષની જિંદગી જીવ્યા બાદ એક યુવક સર્જરી કરાવી સ્ત્રી બની ગયો છે. સંદિપ નામનો આ યુવક ત્રણ સર્જરી કર્યા બાદ અલીશા પટેલ બની ગયો છે. આલિશાને પ્રમાણપત્ર આપીને સરકારે પણ મહિલા તરીકેની માન્યતા આપી છે. છ બહેનોમાં સૌથી નાની અલીશા પટેલ ઓરિએન્ટલ થેરાપીસ્ટ છે. અને એક મહિલા બનવા માટે તેણે અંદાજે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.

સર્જરી બાદ સ્ત્રી બનેલી અલિશા પટેલને સુરત જિલ્લા કલેકટર દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેના કારણે હવે તે ટ્રાન્સ વુમન બની ગઈ છે. આ પ્રમાણપત્ર તેણીના જાતિ પરિવર્તનના ઓપરેશન પછી પ્રાપ્ત થયું છે અને જ્યારે નવી ઓળખને સરકાર તરફથી માન્યતા મળી ત્યારે તે ખૂબ જ ખુશ છે.

અલિશાએ જણાવ્યું કે, 12 વર્ષની ઉંમરમાં મને અચાનક જ છોકરીઓને ગમતી તમામ વસ્તુઓ સારી લાગવા લાગી હતી. તેને અચાનક જ ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો. તે અન્ય છોકરાઓની જેમ કાર અને બાઇક નહીં પરંતુ ઢીંગલી પસંદ કરવા લાગ્યો હતો. ત્યારે જ તેને ખબર પડી ગઈ કે, તે છોકરો નથી. કંઇક તો છે જે તેને અન્ય છોકરાઓ કરતાં જુદો પાડે છે. અંતે 39 વર્ષની ઉંમરમાં સંદીપે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. ત્રણ સર્જરી કર્યા બાદ તે સંદીપમાંથી અલીશા પટેલ બની હતી.

અલિશાએ કહ્યું હતું કે શાળામાં છોકરાઓ હાફ પેન્ટ પહેરીને આવતા પરંતુ મને સ્કૂલના ગણવેશમાં લાંબી સ્કર્ટ ગમતી હતી. પરંતુ હું પોતાને વ્યક્ત કરી શકતી નહોતી. મારી બોડી લેંગ્વેજ, રૂચિ અને વાત કરવાની રીત બતાવતી હતી કે, હું મોટી થઈને મારા પરિવારમાં સ્ત્રી બનીશ. અલિશાએ જણાવ્યું કે, હવે આત્મવિશ્વાસથી મારી ઓળખ લોકોને જણાવી શકું છું અને એક મહિલા તરીકે કામ કરી શકું છું. જે હું અગાઉ કરી શકતી નહોતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, savor the excitement! ? ? will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page