Monday, April 15, 2024
Google search engine
HomeSportsમોબાઈલમાં શું જોઈને રોહિત શર્માની પત્નીની આંખો થઈ ગઈ હતી પહોળી, જાણો...

મોબાઈલમાં શું જોઈને રોહિત શર્માની પત્નીની આંખો થઈ ગઈ હતી પહોળી, જાણો કારણ

આઈપીએલમાં ગયા મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચ દરમિયાન રોહિત શર્માની પત્ની રિતિકા, હાર્કિદની પત્ની નતાશા અને કૃણાલની પત્ની પંખુરીની એક તસવીર સામે આવી હતી. જેમાં ખેલાડીઓની ત્રણેય પત્નીઓ મોબાઈલ જોઈને આશ્ચર્ય પામતી હોય તેવી તસવીર વાઈરલ થઈ હતી. લોકો પૂછી રહ્યા હતા કે એવું તે મોબાઈલ શું હતું કે ત્રણેયનું મોઢું ખુલ્લુ રહી ગયું હતું. સોશ્યલ મીડિયા પર પણ તેની ખુબ ચર્ચા થઈ હતી. હવે ખુદ મુંબઈ ઈન્ડિયન્સે તેનો ખુલાસો કર્યો છે.

શરૂઆતમાં રિતિકા, નતાશા અને પંખુરીને કઈ વાતનું અચરજ થયું હતું તેની કોઈને ખબર પડી નહોતી. જોકે બાદમાં મુંબઈ ઈન્ડિયન્સે તેનુ રહસ્ય ખોલ્યું હતું. ટીમના ઓફિશયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ ઘટના સાથે જોડાયેલી બે તસવીરો શેર કરવામાં આવી હતી. પહેલી તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે શું તમે જાણવા માંગો છો કે રિતિકા, નતાશા અને પંખુરી કઈ વાતને લઈને આશ્ચર્યમાં છે, તો પહેલી તસવીરને સ્વાઈપ કરો.

વાત એમ છે કે બીજી તસવીરમાં રોહિત શર્મા બોલિંગ કરતો જોવા મળે છે. આ બીજી તસવીરથી મામલો ક્લિયર થયો હતો કે કોલકાતા સામે ખુબ કેપ્ટન રોહિત શર્મા બોલિંગ કરવા આવ્યો હતો, જેના કારણે ત્રણેય સ્ટાર્સ પત્નીઓને નવાઈ લાગી હતી. કેમ કે રોહિત શર્માએ ઘણા વર્ષોથી આઈપીએલમાં બોલિંગ કરી નથી. અચાનક એ મેદાનમાં બોલિંગ કરવા ઉતરતા સ્ટાર્સ પત્નીઓને ખૂબ નવાઈ લાગી હતી.  પોસ્ટને 6 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

નોંધનીય છે કે રોહિત શર્મા કોલકાતાની ઈનિંગની 14મી ઓવર ફેંકવા વ્યો હતો. તેણે આ ઓવરમાં 9 રન આપ્યા હતા. રોહિતે વર્ષ 2014 બાદ પહેલી વખત આઈપીએલમાં બોલિંગ કરી હતી. જોકે તેના નામે આઈપીએલમાં એક હેટ્રિક પણ છે. કોલકાતા સામેની આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ જીતી ગયું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. I engaged on this online casino site and won a considerable amount, but after some time, my mother fell sick, and I required to take out some earnings from my balance. Unfortunately, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I implore for your assistance in reporting this website. Please help me to achieve justice, so that others do not face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page