Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightઆ છે 10 સૌથી અશુભકારી સમય, આમાં જન્મેલા જાતકોને જીવનભર રહે છે...

આ છે 10 સૌથી અશુભકારી સમય, આમાં જન્મેલા જાતકોને જીવનભર રહે છે કષ્ટ ને મુશ્કેલીઓ

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ શુભ કાર્ય શુભ સમયમાં થાય છે. જો કોઈ જાતકનો જન્મ અશુભ સમયમાં થયો હોય તો તે જાતકે આખું જીવન કષ્ટ ભોગવવું પડે છે. જો જાતકનો જન્મ શુભ સમય પર થાય તો તેને જીવનમાં ભરપૂર સફળતા તથા સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

અમાસના દિવસે જન્મ
જ્યોતિષમાં અમાસને અશુભ માનવામાં આવે છે. અમાસના દિવસે જે જાતકનો જન્મ થાય છે, તે આખું જીવન આર્થિક તંગીનો સામનો કરે છે.

સંક્રાંતિમાં જન્મ
સંક્રાંતિ તિથિમાં જન્મ થવો તે બાબત પણ અશુભ છે. વર્ષમાં 12 સંક્રાંતિ હોય છે. અલગ-અલગ સંક્રાંતિમાં જન્મેલા જાતકને અલગ અલગ અસર થાય છે.

ભદ્રાકાળમાં જન્મ
ભદ્રાકાળને પણ અશુભ માનવામાં આવ્યો છે. જ્યારે ભદ્રાકાળ ચાલતો હોય ત્યારે કોઈ પણ જાતનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. જે જાતકનો જન્મ આ કાળમાં થયો તેમનું જીવન કષ્ટકારી હોય છે.

કૃષ્ણ ચતુર્દશીમાં જન્મ
જે જાતકનો જન્મ આ દિવસે થાય છે, તેમના માટે સમય સારો રહેતો નથી.

ગ્રહણના દિવસે જન્મ
સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના દિવસે જાતકનો જન્મ થાય તો તેને અશુભ માનવામાં આવે છે. આવા જાતકનું નિધન ગમે ત્યારે થઈ જાય છે.

એક સમાન નક્ષત્રોમાં જન્મ
જે પરિવારમાં કેટલાંક સભ્યોનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તેને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી રહે છે.

સર્પશીર્ષમાં જન્મ
સર્પશીર્ષમાં જન્મેલા જાતકો માટે જીવન ઘણું જ કષ્ટકારી હોય છે.

ત્રિખલ દોષમાં જન્મ
ત્રિખલ દોષમાં જે પરિવારમાં ત્રણ દીકરીઓ બાદ દીકરાનો જન્મ થાય અથવા તો ત્રણ દીકરા બાદ દીકરીનો જન્મ થાય તેને ત્રિખલ દોષ કહે છે. આ દોષમાં જન્મેલ જાતકના જીવનમાં શાંતિ હોતી નથી.

મૂળ નક્ષત્રમાં જન્મ
જ્યારે કોઈ બાળકનો જન્મ મૂળ નક્ષત્રમાં જન્મ થાય તો તેને અશુભ માનવામાં આવે છે. મૂળ નક્ષત્રમાં જન્મ લેનાર જાતના માતા-પિતાનું આયુષ્ય તથા ધનને હાનિ થવાની શક્યતા વધી જાય છે. આ દોષને દૂર કરવા માટે જન્મના 27 દિવસની અંદર મૂળ શાંતિ પાઠ કરવાથી શુભ ફળ મળે છે.

અન્ય દોષ
કુંડળીમાં યમઘંટ યોગ, વૈધૃતિ અથવા વ્યતિપાત યોગ અથવા દગ્ધાદિ યોગને પણ અશુભ માનવામાં આવે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I took part in this online casino platform and achieved a substantial amount of winnings. However, eventually, my mom fell seriously ill, and I wanted to cash out some funds from my account. Regrettably, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom lost her life due to such casino site. I plead for your assistance in bringing attention to this platform. Please aid me in seeking justice, so that others do not have to the pain and suffering I’m going through today, and prevent them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page