Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsટીમ ઈન્ડિયા પર 'ભારત'નો નશો, ધોની-હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ માણી ફિલ્મ

ટીમ ઈન્ડિયા પર ‘ભારત’નો નશો, ધોની-હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ માણી ફિલ્મ

લંડનઃ ગુરૂવારના રોજ ભારત તથા ન્યૂઝીલેન્ડની મેચ છે. મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના કેટલાંક ખેલાડીઓએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ જોઈ હતી. આ ફિલ્મે આઠ દિવસની અંદર 167 કરોડની કમાણી કરી છે. ટીમ ઈન્ડિયા પર પણ ‘ભારત’નો નશો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલી નહોતોઃ
ટીમ ઈન્ડિયા ક્રિકેટ ટીમમાંથી એમ એસ ધોની, કેદાર જાદવ, કે એલ રાહુલ, હાર્દિક પાંડ્યા, શિખર ધવન જોવા મળ્યાં હતાં. જોકે, કેપ્ટન વિરાટ કોહલી આવ્યો નહોતો.

 

સલમાને આપ્યો જવાબઃ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ નોટિંઘમાં આ ફિલ્મ જોઈ હતી. ટીમ ઈન્ડિયાની તસવીર ક્રિકેટર કેદાર જાદવે શૅર કરી હતી. ‘ભારત’ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ આ તસવીર શૅર કરીને લખવામાં આવ્યું હતું, ભારતની ટીમ, ‘ભારત’ મૂવી બાદ. સલમાન ખાને પણ ટીમ ઈન્ડિયાનો આભાર માનીને ટ્વીટ કરી હતી, ‘ભારત ટીમ આભાર. વર્લ્ડ કપની આગામી મેચ માટે બેસ્ટ વિશ..’
સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું: સૂત્રોના મતે, નોટિંઘમમાં ટીમ ઈન્ડિયાએ સ્પેશિયલ ટિકિટ બુક કરાવી હતી. થિયેટરમાં એ જ દર્શકોને પ્રવેશ અપાયો હતો, જેમણે 11 જૂન માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. સુરક્ષા કારણોસર આ પગલાં ભરવામાં આવ્યા હતાં. ટીમ ઈન્ડિયા સિવાય થિયેટરમાં માત્ર ગણ્યાં-ગાંઠ્યાં જ લોકો હાજર હતાં.
RELATED ARTICLES

1 COMMENT

  1. I engaged on this online casino site and managed a considerable sum of money, but later, my mother fell ill, and I required to cash out some money from my casino account. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to such online casino. I request for your assistance in lodging a complaint against this online casino. Please assist me to obtain justice, so that others won’t face the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page