Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightડૂબતા પોતાના ફ્રેન્ડને બચાવવા દુબઈના ક્રાઉન પ્રિન્સ નદીમાં કૂદ્યા, વીડિયો થયો વાયરલ

ડૂબતા પોતાના ફ્રેન્ડને બચાવવા દુબઈના ક્રાઉન પ્રિન્સ નદીમાં કૂદ્યા, વીડિયો થયો વાયરલ

કહેવાય છે કે, મુશ્કેલીમાં જ સાચા મિત્રની ઓળખ થાય છે અને દુબઈના ક્રાઉન પ્રિન્સનો એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં મુશ્કેલીમાં ફસાયેલા પોતાના ફ્રેન્ડને બચાવવા માટે દુબઈના ક્રાઉન પ્રિન્સ ખુદ પાણીમાં કૂદી જાય છે. દુબઈના ક્રાઉન પ્રિન્સે જેવું જોયું કે, પાણીમાં તેમનો ફ્રેન્ડ મુશ્કેલીમાં છે. તો તેમણે તરત જ પાણીમાં છલાંગ મારી દીધી.

ઉલ્લેખનીય છે કે, દુબઈના ક્રાઉન પ્રિન્સ જરૂરિયાતના સમયે એક મદદગાર ફ્રેન્ડ છે. આ વાતની પુષ્ટિ કરવા માટે તેમનો વાઇરલ થયેલો વીડિયો જ કાફી છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશિદ અલગ મકતૂમ એક ફ્રેન્ડની મદદ માટે દોડી રહ્યા છે. રિપોર્ટ મુજબ દુબઈના ક્રાઉન પ્રિન્સના ફ્રેન્ડ નાસિર અલ નેદીને વોટર જેટપેકિંગ કરવાનું હતું અને આ દરમિયાન તે મુશ્કેલીમાં આવી ગયા હતાં. આ દરમિયાન વોટર સ્પોર્ટ્સ સમયે દુબઈના ક્રાઉન પ્રિન્સના ફ્રેન્ડ મુશ્કેલીમાં આવી ગયા હતાં.

રિપોર્ટ મુજબ નાસિર અલ નેદી જ્યારે વોટર જેટપેકિંગ કરતા હતા તે સમયે ખૂબ જ હસી મજાકનો માહોલ હતો. આ રમતમાં જેટની મદદથી લોકો પાણીની ઉપર 30 ફૂટ સુદી જતાં રહે ે અને આ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત પણ હોય છે. પણ નાસિર અલ નેદી જ્યારે જેટપેકિંગ કરી રહ્યા હતાં. તે સમયે બેલેન્સ ગુમાવી દીધું અને સ્થિતિ ખતરનાક થવા લાગી હતી. પહેલાં તો માહોલ મોજ મસ્તીનો અને હસી મજાકનો હતો, પણ ધીરે ધીરે દરેકને સમજાયું કે, નાસિર અલ નેદી દુર્ઘટનાનો શિકાર થઈ ગયા છે અને તેમને બેલેન્સ ગુમાવ્યું છે. નાસિર અલ નેદી પાણીની અંદર જવા લાગે છે.

તો નાસિર અલ નેદી દુર્ઘટનનાનો શિકાર થતાં દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન પણ જુએ છે. થોડાંક સમય માટે પોતાના ફ્રેન્ડ નાસિર દેખાતા નથી.આ જોઈને ખપદ ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન નાસિર પાસે પહોંચી જાય છે. જોકે, ત્યાં સુધી નારિસ પણ પાણીની અંદર નીકળવામાં સફળ થઈ જાય છે. પાણીની અંદરથી જ ક્રાઉન પ્રિન્સ પોતાના ફ્રેન્ડને ભેટી પડે છે અને દરેકને બતાવે છે કે, તેમનો ફ્રેન્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ પછી ત્યાં હાજર લોકો તાળી વગાડતાં જોવા મળે છે.

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યારસુધી સવા લાખથી વધુ લોકોએ જોયો છે. હજારો લોકોએ તેમના વીડિયોને લાઇક કર્યો છે. જોકે, લોકોએ તેમના વીડિયો પર લાફિંગ ઇમોજી પણ શેર કર્યાં છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page