Sunday, April 14, 2024
Google search engine
HomeSportsક્રિકેટર રાશિદ ખાનનું આલિશાન ઘર જોઈને આ ક્રિકેટરોની આંખો થઈ ગઈ પહોળી!

ક્રિકેટર રાશિદ ખાનનું આલિશાન ઘર જોઈને આ ક્રિકેટરોની આંખો થઈ ગઈ પહોળી!

મુંબઈઃ આઈપીએલ 2021 સસ્પેન્ડ થવાને કારણે ખેલાડીઓ પોત-પોતાના ઘરે પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનનો દિગ્ગજ ખેલાડી રાશિદ ખાન પણ સુરક્ષિત રીતે પોતાના ઘરે આવી ગયો છે. રાશિદે હાલમાં સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીર ઘણી જ વાઈરલ થઈ છે.

તસવીર શૅર કરીને આ વાત કહીઃ રાશિદે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘જુમ્મા મુબારક. ઘરમાં રહો, સલામત રહો, માસ્ક પહેરો. રાશિદની આ તસવીર પર વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો અને ભારતીય સ્પિનર હરભજનસિંહ પ્રતિક્રિયા આપી છે.

રાશિદનું ઘર જોઈને બ્રાવોએ કમેન્ટ કરી હતી કે વાહ ભાઈ, તારું ઘર છે કે હોટલ. સલામત રહે મિત્ર. જ્યારે હરભજનસિંહ કમેન્ટ કરી હતી શું વાત છે, ભાઈ તારા ઘરના વધુ ફોટો શેર કર. રાશિદે જોકે, આ બંને મિત્રોના રિએક્શન પર હજી સુધી કોઈ કમેન્ટ કરી હતી. જોકે, આલિશાન ઘર જોયા બાદ માત્ર ક્રિકેટર્સ જ નહીં, પરંતુ ચાહકોને પણ નવાઈ લાગી છે.

રાશિદે જે તસવીર શૅર કરી છે, તેમાં તે કોઈ આલિશાન હોટલમાં હોય તેમ લાગે છે. વાસ્તવમાં આ હોટલ નહીં, પરંતુ રાશિદનું પોતાનું ઘર છે. આ જોઈને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિલ વ્યાટે આશ્ચર્યચકિતની લાગણી શૅર કરી હતી. તેણે પૂછ્યું હતું કે શું આ પેલેસ છે.

ભલે આઈપીએલની આ સિઝન પૂરી ના થઈ શકી હોય, પરંતુ રાશિદ હંમેશાં પોતાના દમદાર પર્ફોર્મન્સથી ચાહકોને ખુશ કરી દે છે. આ વખતે રાશિદની ટીમ હૈદરાબાદ ભલે ખાસ કમાલ ના કરી શકી, પરંતુ રાશિદે 7 મેચમાં 10 વિકેટ ઝડપી હતી. અત્યાર સુધી રાશિદ આઈપીએલની 69 મેચ રમીને 85 વિકેટ લીધી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this casino website and earned a considerable amount of money. However, eventually, my mom fell gravely ill, and I needed to cash out some funds from my casino balance. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I kindly plead for your assistance in addressing this issue with the platform. Please assist me in seeking justice, to ensure others won’t have to face the anguish I’m facing today, and prevent them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page