Thursday, April 11, 2024
Google search engine
HomeRecipeભગવાન જગન્નાથજીને ચઢાવો ફાડા લાપસીનો ભોગ

ભગવાન જગન્નાથજીને ચઢાવો ફાડા લાપસીનો ભોગ

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ 4 જુલાઈએ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ રથયાત્રા નીકળશે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિત અનેક શહેરમાં રથયાત્રા નીકળશે. ભગવાનની નગરયાત્રામાં ફાડા લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આજે આપણે ફાડા લાપસી કેવી રીતે બને તેની રેસિપી જોઈશું.

સામગ્રીઃ
૧ કપ ઘઉંના ફાડા
૧ ચમચો ઘી
૩/૪ કપ ખાંડ અથવા ગોળ
૫ કપ પાણી
ઈલાયચી પાવડર
જાયફળ પાવડર
કાજુ
દ્રાક્ષ

રીતઃ
1. ગેસ પર કઢાઈમાં ૧ કપ ઘઉંના ફાડા શેકો
2. થોડા શેકાય જાય પછી ૧ ચમચો ઘી ઉમેરી ફરીથી શેકી લો(સહેજ ફુલેલા લાગવા માંડે ત્યાં સુધી શેકવા)
3. સાથે સાથે બીજા વાસણમાં ૫ કપ પાણી ગરમ કરવા મૂકો.
4. ફાડા શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
5. સારી રીતે હલાવ્યા બાદ એક વાસણમાં કાઢી લઈ તેને કુકરમાં મૂકીને ૩ થી ૪ સીટી થવા દો.
6. હવે એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ સાંતળીને કાઢી લો
7. કૂકરમાંથી બફાઈ ગયેલા ફાડાને હવે તે જ વાસણમાં સાંતળી લો
8. જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો
9. હવે લાપસીને પ્રસાદની વાટકીમાં કાઢી કાજુ-દ્રાક્ષથી સજાવો અને જગન્નાથજીને ધરાવો.

આવી જ અન્ય રેસિપી માટે લાઈક કરો આ પેજઃ

https://www.facebook.com/AaharAneAarogya/

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page