લખનઉ: લગ્ન પ્રસંગમાં મજાક-મસ્તી ના થાય એવું કઈ રીતે બને, આ સમયે વરરાજા અને દુલ્હનના મિત્રો ઘણી મજાક મસ્તી કરતા હોય છે. દુલ્હનની મિત્રો પણ ઘણીવાર વરરાજાની ઠેકડી ઉડાડતી હોય છે. ઘણીવાર વરમાળા સમયે વરરાજાના મિત્રો તેને ઊંચકી લે છે જેના કારણે દુલ્હન વરમાળા પહેરાવી શકતી નથી. જોકે આવી મજાક મસ્તી મોટાભાગના લગ્નમાં જોવા મળતી હોય છે.
એક આવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાના મિત્રોએ વધુ પડતી મજાક કરવાને કારણે દુલ્હન ભડકી હતી. વરરાજા વરમાળા પહેરાવવા ઉભો હોય છે અને ત્યારે પહેલા દુલ્હન પોતાના ભાવિ પતિને વરમાળા પહેરાવે છે. તે પછી જ્યારે વરરાજા પોતાની પત્નીને વરમાળા પહેરાવવા જાય છે ત્યારે જ વરરાજાના મિત્રો ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ નું ગીત ગાવા લાગે છે.
આ સમયે દુલ્હન બરાબરની ભડકી હતી અને તેના ચેહરા પર ગુસ્સો જોવા મળ્યો હતો. સ્ટેજ પાસે રહેલા લોકો પણ વરરાજાના મિત્રોના આ મજાકથી ખુશ નહોતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind roam! ✨ Don’t just read, experience the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?