Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Right163 રૂપિયાનું ભોજન ખરીદ્યું ને આ મહિલા રાતોરાત બની ગઈ કરોડપતિ

163 રૂપિયાનું ભોજન ખરીદ્યું ને આ મહિલા રાતોરાત બની ગઈ કરોડપતિ

વ્યક્તિનું નસીબ ગમે ત્યારે પલટાઈ શકે છે. જેનું નસીબ ચમકી જાય છે તે વિચારમાં પડી જાય છે કે, આવું કેવી રીતે થયું. આવું જ કંઈક થાઇલેન્ડની એક ગરીબ મહિલા સાથે થયું છે. તે જમી રહી હતી. ત્યારે ખાવામાં એવું કંઈક તેને મળી ગયું જેને લીધે તેની લાઇફ બદલાઈ ગઈ હતી. મહિલાને ખાવામાં ઓરેન્જ મેલો મોતી મળ્યો હતો. જેની કિંમત લાખો-કરોડો રૂપિયા છે.

માહિતી મુજબ, કોડાકોરકોં તન્તિવિવાત્કુળએ 70 ભાટ એટલે કે, 163 રૂપિયામાં લોકલ માર્કેટમાંથી ખાવાનું ખરીદ્યું હતું. તેમણે સી સ્નેઇલ્સ ખરીદ્યા હતાં. જ્યારે તે ઘરે જઈને તેને કાપી રહી હતી ત્યારે તેમાંથી એક વસ્તુ મળી હતી.

પહેલાં તો તેમને લાગ્યું કે, આ કોઈ પત્થર છે. જે કદાચ સી સ્નેઇલ્સની અંદર જતો રહ્યો હશે. પછી ધ્યાનથી જોતાં તેમને ખબર પડી કે આતો ઓરેન્જ મેલો મોતી છે. જે 1.5 સેમીનો છે.

કોડાકોરકોંએ વાત કોઈને કહી નહીં. તેમને લાગ્યું કે માર્કેટવાળા આને પાછા લઈ લે કે નહીં. 30 જાન્યુઆરીએ તેમને મોતી મળ્યું હતું. હવે તેમણે આ વાત દુનિયાને જણાવી. માની સારવાર કરવા માટે તેમણે મોતી વેચ્યા હશે. તેમના પિતા નિવાત તાંતીવીવાત્કુળે જણાવ્યું કે, તેમની પત્નીને કેન્સર છે. તેની ટ્રીટમેન્ટ માટે તેમને રૂપિયાની જરૂર છે. તેમના પિતા પણ બીમાર રહે છે.

કોડાકોરકોંએ કહ્યું કે, તેમણે જોયું છે કે બીજા લોકોને પણ આવા મોતી મળે છે. અને તેને વેચીને તે ઘરની હાલત સુધારે છે. આ ખૂબ રેર મોતી છે. જોકે, એક બિઝનેસમેને 25,000 યુરો (એટલે કે, 21 લાખ રૂપિયાની આસપાસ)ની કિંમત કહી હતી. પરિવારના લોકોએ આટલી કિંમતમાં તેને વેચવાની ના પાડી દીધી હતી.

એટલું જ નહીં, ઘણાં બિઝનેસમેન સામે આવ્યા છે. થાઇલેન્ડના જ એક વ્યક્તિએ £122,000 એટલે કે, 88 લાખ રૂપિયાની ઓફર કરી છે. ચીનના એક બિઝનેસમેને તો 10 મિલિયન થાઈ બાટની ઓફર કરી છે. ભારતીય કરન્સી મુજબ 2 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. પરિવારના લોકોએ અત્યારે આ મોતી વેચ્યો નથી. તેમને આશા છે કે, તેની સાચી કિંમત દેશે તો જ મોતી વેચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page