Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightમાતૃભૂમિને છોડતાં છલકાયું અફઘાનિસ્તાનની સૌથી મોટી પોપ સ્ટારનું દુખ

માતૃભૂમિને છોડતાં છલકાયું અફઘાનિસ્તાનની સૌથી મોટી પોપ સ્ટારનું દુખ

અફઘાનિસ્તાન પર 20 વર્ષ પછી ફરી એકવાર તાલિબાનનું રાજ આવી ગયું છે. લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પહેલાં જ દેશ છોડી દીધો છે. અફઘાનિસ્તાનથી બહાર નીકળવા માટે કાબુલ એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ સતત જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં રાજધાની કાબુલ પર કબજાની સાથે જ તાલિબાનોએ જાહેરાત કરી દીધી છે કે, હવે અફઘાનિસ્તાનમાં શરિયા કાયદાનું રહેશે.

આ સાથે જ મહિલાઓ માટે તાલિબાનના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ઘરની બહાર નીકળતી વખતે બુરખો પહેરવો ફરજિયાત છે અને વગર પુરુષે કોઈ પણ મહિલા ઘરની બહાર નીકળી શકશે નહીં. તાલિબાનોની દહેશત વચ્ચે મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. જેમાં એક અફઘાનિસ્તાનની સૌથી મોટી પોપ સ્ટાર આર્યાના સઇદ પણ છે. અમેરિકી વિમાન દ્વારા કાબુલથી કતાર પહોંચેલી અર્યાના સઇદે હવે તેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

15 ઓગસ્ટે કાબુલ પર તાલિબાનોએ કબજો કર્યા પછી અર્યાના સઈદ યૂએસ કર્ગો જેટ દ્વારા અફઘાનિસ્તાનથી બહાર નીકળી હતી. અર્યાનાએ પ્લેનનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી લખ્યું કે, ” હું સ્વસ્થ છું અને જીવતી છું અને ક્યારે ના ભૂલી શકાય તેવી રાતો પછી કાબુલથી નીકળી દોહા પહોંચી ગઈ છું. અત્યારે હું ઇસ્તામ્બુલમાં પોતાના ઘરે જવા માટે પોતાની છેલ્લી ફ્લાઇટની રાહ જોઈ રહી છું. ઘરે પહોંચ્યા પછી પછી જ્યારે મારા મન ઘેરા શોક અને ડરની દુનિયામાંથી બહાર નીકળી જશે ત્યારે મારી પાસે તમારી પાસે શેર કરવા માટે ઘણી વાતો છે. ”

એટલું જ નહીં આર્યાના સઈદે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ”મેં હાલમાં જ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે, પોતાની માતૃભૂમિને છોડ્યા પછી હું છેલ્લી સૈનિક હોઈશ અને અંતમાં એવું જ થયું. હું આશા અને પ્રાર્થના કરું છું કે, મારા દેશના લોકો આત્મઘાતી હુમલાખોરો અને બોમ્બના ઘડાકાથી ડર્યા વગર અફઘાનિસ્તાનમાં શાંતિ અને ભાઈચારાનું જીવન વ્યતિત કરી શકે. મારું દિલ અને મારી પ્રાર્થના હંમેશા તમારી સાથે છે.” તો આર્યાનાના પતિ હસીબ સઈદે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં પોપ સ્ટાર ફ્લાઇટમાં સૂતેલી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની ફેમસ સિંગર આર્યાના સઈદ મ્યૂઝિક રિઆલિટી શૉ ‘ધ વોઇસ’ના અફઘાન વર્ઝનની જજ પણ રહી ચૂકી છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પહેલાંથી આર્યાના અફઘાન સેનાની પ્રબળ સમર્થક હતી અને ઘણાં અવસરે તેમને અફઘાન આર્મીનું સમર્થન પણ કર્યું હતું. અર્યાના સઈદે પોતાના મ્યૂઝિક આલ્બમના પ્રોડ્યુસર હસીબ સઈદ સાથે લગ્ન કર્યા છે.

તાલિબાનોએ કાબુલ પર કબજો કરતાની સાથે શરિયા કાયદાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં મહિલાઓ ઉપર ઘણાં પ્રકારના પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યા છે. મહિલાઓ માટે હિજાબ ફરજિયાત કરવા ઉપરાંત તાલિબાનના નેતાઓને કહેવાથી જ છોકરીઓ સ્કૂલ જઈ શકે છે અને કોઈ મહિલા ઘરની બહાર ઓછી નીકળી શકે છે કે નહીં તે બધું તેમના ઘર્મગુરુ નક્કી કરશે. જોકે, તાલિબાનની આ જાહેરાત વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં પણ વિરોધ થઈ રહ્યો છે અને કેટલીક મહિલાઓ તાલિબાનો સાથે વિરોધ કરી રહી છે.

આ વચ્ચે અફગાનિસ્તાનના ફિલ્મ ડિરેક્ટર હજન ફાઝિવીએ પણ અફઘાનિસ્તાનની હાલત અને દેશની કલા-સંસ્કૃતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. હજન ફાઝિલીએ કહ્યું કે, ” અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે, કોઈ પણ અફઘાની નાગરિકને નુકસાન પહોંચાડે નહીં. તેની ધરપકડ થાય નહીં. આ સાથે જ દેસની કલા અને સંસ્કૃતિની પણ ચિંતા છે. અફઘાનિસ્તાનમાં હવે ફિલ્મ નિર્માણ અને બાકીની કલાનો વિનાશ થાય તેવી શક્યતા છે.”

આ ઉપરાંત દરેક લોકોને ખબર છે કે, તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે અને મોટી સંખ્યામાં લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં શરણ લઈ રહ્યા છે. આ વચ્ચે કતરનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને અફઘાનિસ્તાનના લોકોની હાલતનો અંદાજો લગાવી શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કતર પહોંચેલા હજારો શરર્ણાથીઓ એક કેમ્પમાં જિંદગી જીવવા માટે મજબૂર છે અને તે દરેક લોકો માટે માત્ર એક જ ટોયલેટ છે. આ વીડિયો અફઘાન ન્યૂઝ એજન્સી અસવાકાએ જાહેર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page