Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodસિંગર ઐશ્વર્યા મજમુદારે શોધી લીઘો મનનો માણીગર, ગુજરાતી ફિલ્મ અભિનેતાના ભાઈ...

સિંગર ઐશ્વર્યા મજમુદારે શોધી લીઘો મનનો માણીગર, ગુજરાતી ફિલ્મ અભિનેતાના ભાઈ સાથે કરશે લગ્ન

અમદાવાદઃ બોલિવૂડ સિંગર તથા ગુજરાતી ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદારે પોતાના માટે લાઈફ પાર્ટનર શોધી લીધો છે. ઐશ્વર્યા ગુજરાતી ફિલ્મ એક્ટર મિત્ર ગઢવીના કઝિન ભાઈ મુલ્કરાજ ગઢવી સાથે લગ્ન કરવાની છે. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં આ અંગેની જાહેરાત કરી હતી.

મુલ્કરાજ સાથેની તસવીર શૅર કરીઃ
ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં મુલ્કરાજ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘પ્રેમની શોધ એ હજી શરૂઆત છે અને સ્વીકૃત્તિની શોધ એ સ્થિર છે. શાંતિની શોધ એ આશીર્વાદ છે અને મેં તેને શોધી લીધો છે. મને ઘર મળ્યું છે. હું ઘણી જ ખુશ છું કે તેને મારા જીવનના એક ભાગ તરીકે (તારા જીવનના એક ભાગ બનીને) મારી દુનિયામાં આ વાત શૅર કરું છું. આભાર..મારામાં જે બેસ્ટ હતું, તે તું લાવ્યો છે મુલ્કરાજ…બધા જ સવાલોના જવાબ આ રહ્યાં….

કોણ છે મુલ્કરાજ?
મૂળ વડોદરાનો મુલ્કરાજ હાલમાં પરિવાર સાથે દુબઈમાં રહે છે. તે અહીંયા CKG ઈન્ટરનેશનલ કંપનીમાં ડિરેક્ટર છે. પરિવારમાં પિતા, માતા ચંદ્રિકાબેન, બહેન મેઘા તથા ભાઈ જય છે. મુલ્કરાજના માતા પણ આ જ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. આટલું જ નહીં મુલ્કરાજને સંગીત પણ રસ છે.

ઐશ્વર્યાએ ત્રણ વર્ષની ઉંમરમાં સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી
અમદાવાદમાં રહેતી ઐશ્વર્યાએ માત્ર 3 વર્ષની ઉંમરથી સંગીતની વિધિવત તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સાત વર્ષની ઉંમરમાં ‘સારેગામાપા’ ટીવી સોમાં ભાગ લીધો હતો. 11 વર્ષે પહેલી જ વાર નાગપુરમાં સોલો કોન્સર્ટ કરી હતી. આ સિવાય તેણે ભારત તથા વિદેશમાં પણ કોન્સર્ટ કરી છે. 2008માં તે ‘સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા’ના ‘છોટે ઉસ્તાદ’ની વિનર બની હતી. ઐશ્વર્યાએ ગુજરાતી તથા હિંદીમાં અનેક ગીતો ગાયો છે. આ સિવાય તેણે પોતાનો મ્યૂઝિક આલ્બમ પણ બહાર પાડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page