Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratઅંકલેશ્વરની બેંકમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ, પોલીસે જીવ સટોસટની બાજી ખેલી પકડી...

અંકલેશ્વરની બેંકમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ, પોલીસે જીવ સટોસટની બાજી ખેલી પકડી પાડ્યા

અંકલેશ્વરની યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખ્સોએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી.

બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાઈ ગયો હતો. ગુજરાત પોલીસે આખી રાત સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક મકાનના શૌચાલયમાં સંતાયેલા બાકીના અન્ય લૂંટારૂઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં પાડ્યા હતા.

આરોપીઓ પૈકી પપ્પુ નામનો શખ્શ ગુનાનો મુખ્ય સૂત્રધાર હતો. ૫ લૂંટારુઓ પૈકી એક સ્થાનિક હતો જેણે લૂંટ કરવા માટે બિહારથી ગુનેગારોને અંકલેશ્વર બોલાવ્યા હતા. અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંક થવાના સમયે બેંકમાં ઘુસી લૂંટારૃઓએ દેશી તમંચાઓની નોક ઉપર કર્મચારીઓ અને ગ્રાહકોને બાનમાં લઈ ૪૪ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બે બાઇક લઈને આવેલા આ ચાર લૂંટારુઓ રૂપિયાના થેલાં ભરીને ભાગવા જતા બેંકનો સ્ટાફ તેમની પાછળ દોડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

દરમિયાન બેંકની લૂંટની ઘટના બાદ રાજપીપળા ચોકડી નજીક પોલીસે વોચમાં હતી અને અચાનક લૂંટારુઓ તેમની સામે આવી ગયા હતા. લૂંટારુઓ પોલીસને જોઈ ગભરાયા હતા જેમણે પોલીસ ઉપર ફાયરિંગ કરતા વળતા જવાબમાં પોલીસે ફાયરિંગ કરી એક લૂંટારુ રાહુલ રાજકુમારસિંગને ઈજાગ્રસ્ત કરી ઝડપી પડ્યો હતો. અન્ય લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

ઇજાગ્રસ્તની લૂંટારુંની પોલીસની ટીમે પૂછપરછ કરી હતી જેમાં તેને પપ્પુ નામના આરોપીનું નામ આપ્યું હતું. લૂંટારુઓનો મુખ્ય સાગરીત અંકલેશ્વર જીઆઈડીસીના મીરાનગરમાં રહેતો હોવાની તેને માહિતી આપી હતી.

આ માહિતીના પગલે રાતે પોલીસે આખા મીરાંનગરને ધમરોળી નાખ્યું હતું. પોલીસને મોટી સફળતા પણ મળી હતી. એક મકાનના શૌચાલયમાં સંતાયેલા 4 લૂંટારુઓને પોલીસે 20 લાખથી વધુ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે આજે મામલાને લઈ ભરૂચ પોલીસ પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page