42 વર્ષની પ્રોફેસરે દીકરાની ઉંમર જેવડા વિદ્યાર્થી સાથે કર્યા લગ્ન, પછી જે થયું એ વાંચીને હચમચી જશો

હાલમાં એક શિક્ષિકા તથા વિદ્યાર્થીની લવ સ્ટોરી ચર્ચામાં છે. 42 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર પોતાનાથી 20 વર્ષ નાના વિદ્યાર્થીના પ્રેમમાં પડી હતી. બંનેએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ લવ સ્ટોરીનો ઘણો જ કરુણ અંત આવ્યો છે.

પતિએ જ હત્યા કરીઃ આ ઘટના બાંગ્લાદેશની છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ખુબઝીપુર મોઝમ્મેલ હક કોલેજમાં ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં ભણાવે છે. 2021માં તેણે લગ્ન કર્યા અને 14 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશની નટોરના બોલાડીપારા વિસ્તારમાં ભાડાના ઘરમાં પ્રોફેસરની લાશ મળી હતી. લાશ મળતા જ 20 વર્ષ નાના પતિ મામૂનની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રોફેસરના પરિવારનો આક્ષેપ છે કે મામૂન દારૂડિયો હતો. લગ્ન બાદ તે જબરજસ્તી પાંચ લાખ રૂપિયા તથા મોટરબાઇક લઈ ગયો હતો. 22 વર્ષીય મામૂન હુસૈન સાથે લગ્ન કર્યા બાદ ખૈરુન સ્ટ્રેસમાં રહેતી હતી. મામૂને પોલીસને એવી વાત કરી હતી કે ખૈરુને આત્મહત્યા કરી છે. જોકે, પોલીસને તેના પર શંકા ગઈ હતી અને તેની ધરપકડ કરી હતી.

મામૂન તથા ખૈરુને 2021માં 12 ડિસેમ્બરના રોજ કાઝીની ઓફિસમાં લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના બાદ જુલાઈમાં જ્યારે લગ્નની ચર્ચા થઈ તો લોકો વાતો કરવા લાગ્યા હતા. ત્યારબાદથી ખૈરુન સ્ટ્રેસમાં હતી. 14 દિવસ બાદ તેની લાશ મળી હતી.

મૃતકાના ભત્રીજા નાહિદે કહ્યું હતું કે મામૂનને દારૂ પીવાની ટેવ હતી. બાઇક આપ્યા બાદ પણ તે ફરીવાર મોંઘી બાઇક માગતો હતો. ગુરદાસપુરમાં ડ્રગ્સ અંગે કેટલાંક બદમાશો વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાંથી એક આરોપી મામૂન હતો.

ટીચરના સંબંધીઓએ દાવો કર્યો છે કે લગ્ન બાદ ખૈરુન ખુશ નહોતી. લગ્નની ટીકા થતી હતી અને તેને ધમકી આપવામાં આવી હતી.

Similar Posts