Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsપંજાબની જીત બાદ ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટાનો રોમેન્ટિક અવતાર, જાહેરમાં આપી ફ્લાઈંગ...

પંજાબની જીત બાદ ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટાનો રોમેન્ટિક અવતાર, જાહેરમાં આપી ફ્લાઈંગ KISS

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સિઝનની બીજી મેચમાં પંજાબ કિંગ્સ ટીમે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું. ટીમની આ જીતમાં સેમ કુરેને મહત્વનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય લિવિંગસ્ટને અણનમ 38 રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી. પંજાબ કિંગ્સની શાનદાર જીત બાદ ટીમની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા ખૂબ જ ખુશ હતી અને તેણે ફ્લાઈંગ કિસ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

વાસ્તવમાં, પ્રીતિ ઝિન્ટાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સની જીત બાદ ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા સફેદ કુર્તી અને લાલ ચુન્ની પહેરીને પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા આવી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

જો મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સ (PBKS) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને 4 વિકેટે હરાવ્યું હતું. રિષભ પંતની વાપસી દિલ્હી કેપિટલ્સ માટે સારી રહી ન હતી. IPL 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સે નવા મેદાન પર જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.

દિલ્હી પ્રથમ બેટિંગ કરીને પંજાબ સામે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. સમગ્ર 20 ઓવરમાં ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 174 રન બનાવી શકી હતી જે પંજાબ કિંગ્સે સેમ કુરાનની શાનદાર અડધી સદીના આધારે 20મી ઓવરમાં હાંસલ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page