Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightડૉક્ટરે મહિલા પર કર્યો 'મેડિકલી બળાત્કાર', 40 વર્ષે ખબર પડતાં કર્યું આ...

ડૉક્ટરે મહિલા પર કર્યો ‘મેડિકલી બળાત્કાર’, 40 વર્ષે ખબર પડતાં કર્યું આ કામ

ન્યૂયોર્કમાં મેડિકલ રેપનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યે છે. અહીં એક મહિલાએ 40 વર્ષ પછી એક ડૉક્ટર પર આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, તેને પ્રેગ્નન્સીમાં મુશ્કેલી થતી હતી. આ પછી તે એક સ્પર્મ ડૉનરની શોધમાં ડૉક્ટર માર્ટિન ગ્રીનબર્ગને મળી હતી.

બિયાંકા વૉસ નામની આ મહિલાએ ડૉક્ટર ગ્રીનબર્ગ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. કોર્ટને આપેલાં દસ્તાવેજમાં વૉર્સે લખ્યું છે કે, ‘વર્ષ 1983માં ફર્ટિલિટી સર્વિસ અંગે તેણે ડૉક્ટર ગ્રીનબર્ગ સાથે મુલાકાત કરી હતી. વૉસ મુજબ, ડૉક્ટરે તેની સહમતી વગર પોતાના સ્પર્મથી ગર્ભધારણ કરાવી દીધું, જેની હવે તેમને જાણ થઈ છે.’

ફરિયાદમાં વધુમાં લખ્યું છે કે, ‘કેટલાક લોકો આ ભયાનક કૃત્યને મેડિકલ રેપ કહે છે. ગ્રીનબર્ગ દ્વારા કરવામાં જઘન્ય અને જાણી જોઈને કરાયેલું આ કૃત્ય અનૈતિક, અસ્વીકાર્ય અને ગેરકાયદે છે. વૉસને આ વાતની જાણ 40 વર્ષ પછી થઈ છે. વૉસે જણાવ્યું કે તેમને ગ્રીનબર્ગની આ હરકત વિશે ત્યારે જાણ થઈ જ્યારે તેમની દીકરી રોબર્ટાની DNA પ્રોફાઇલ મળી. જેમાં રોબર્ટાના પિતાના નામ તરીકે ડૉક્ટર ગ્રીનબર્ગનું નામ લખેલું હતું.

કોર્ટને આપેલાં ડૉક્યુમેન્ટમાં વૉસે જણાવ્યું કે, તેને ડૉક્ટર ગ્રીનબર્ગને એક અજાણ્યા સ્પર્મ ડૉનર ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું. ગ્રીનબર્ગે આ માટે વૉસ પાસેથી 100 ડૉલર (7,325) રૂપિયાની ફી પણ લીધી હતી અને પૂછ્યું કે, શું સ્પર્મ ડૉનરની જાતી ધર્મની અંગે તેમની કોઈ પ્રાથમિકતા છે?

વૉસે અમિરકાની એક ન્યૂઝ ચૅનલને જણાવ્યું હતું કે, ‘હું કોઈ અજાણ્યા ડૉનરને શોધતી હતી. ગ્રીનબર્ગે મને પૂછ્યું કે, જો ડૉનર યહુદી હશે તો મને ખરાબ લાગશે? મેં કહ્યું હતું કે, મને આનાથી કોઈ ફરિયાદ નથી. મને લાગે છે કે, કદાચ સ્પર્મ ડૉનર તેમની હોસ્પિટલનો મેડિકલ સ્ટુડન્ટ હશે જ્યારે હકિકત કંઈક અલગ જ હતી. આ પછી તેમણે મને ડૉનરને આપવા માટે 100 ડૉલરનો ચેક પણ આપ્યો હતો.

ડૉક્યુમેન્ટ મુજબ, આ પ્રકિયામાં ગ્રીનબર્ગે પોતાના સ્પર્મનો ઉપયોગ કર્યો હતો. જે પછી વર્ષ 1984માં વૉસે એક દીકરીને જન્મ આપ્યો હતો. વૉસે જણાવ્યું કે, તેમણે મને જણાવ્યું નહીં કે પોતાના જ સ્પર્મનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે, ડૉનર કોઈ અજાણ્યો વ્યક્તિ હશે. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે, ડૉક્ટર્સ ખુદ સ્પર્મ ડૉનેટ કરી શકશે નહીં. અત્યારે ગ્રીનબર્ગ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

રોબર્ટા પોતાના પરિવારના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી હતી. તેણે પોતાના જૈવિક પિતા (બાયોલોજિકલ ફાધર) વિશે માહિતી મળી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મેડિકલ હિસ્ટ્રી જાણવા માટે રોબર્ટાએ ઘણીવાર ગ્રીનબર્ગનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો પણ, તેમને કોઈ જવાબ આપ્યો નહીં.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી યાચિકામાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીનબર્ગને લીધે વૉસને ગંભીર ચિંતા થઈ ગઈ છે. ભાવનાત્મક દર્દ અને તેમના ભરોસાને તોડીને આ ઘટનાએ તેમની જિંદગી અસ્ત-વ્યસ્ત કરી નાખી છે. પોતાની ફરિયાદમાં વૉસે ડૉક્ટર ગ્રીનબર્ગ પાસેથી 75,000 ડૉલર( 54,97,000) રૂપિયાથી વધારે વળતર માંગ્યું છે.

રોબર્ટાએ એક ન્યૂઝ ચૅનલને જણાવ્યું કે, ‘‘જ્યારે પણ હું અરીસો જોવું છું તો મને તે આદમીનો ફેસ દેખાય છે જેણે મારી માનો વિશ્વાસ તોડ્યો અને તેમને દુખી કરી. હું પોતાની અંદર એક બેચેની અનુભવું છું કે, હું કોણ છું, તેનો શું મતલબ છે અને કઈ રીતે આદમી આવી હરકત કરી શકે છે? શું હું પણ આનો ભાગ છું? આ દરેક વાત મને હેરાન કરે છે.’’

પહેલાં પણ આ રીતના ઘણાં મામલા સામે આવી ગયા છે ડૉક્ટરોએ ચોરી છુપે દર્દીની સારવારમાં પોતાના જ સ્પર્મનો ઉપયોગ કર્યો છે. એક વેબસાઇટ મુજબ વર્ષ 1980માં એક ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે, ડૉક્ટરે દર્દીને પોતાનું સ્પર્મ આપ્યું હતું. વર્ષ 2019માં કૅનેડાના ડૉક્ટરે લગભગ 50-100 દર્દીને પોતાનું સ્પર્મ આપ્યું હતું. આ જાણ થયાં પછી ડૉક્ટરનું લાઇસન્સ છીનવી લીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page