Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratઅને એ આઘાત પછી એક વહુ દીકરી બની ગઇ.....

અને એ આઘાત પછી એક વહુ દીકરી બની ગઇ…..

સુચિતા ભટ્ટની કલમે-

એક સુંદર મજાનો સંસ્કારી અને પૈસે ટકે સુખી પરિવાર હતો. રમણીકલાલ અને મધુબેનને એકનો એક દીકરો હતો આદિત્ય. તેણે હાલમાં જ મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો હતો અને તેનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું થવાની તૈયારીમાં હતું. રમણીકલાલે દીકરાનું આ સપનું પૂરું કર્યું. અત્યારે આદિત્ય પોતાનું ક્લિનિક ખોલી ને ખુબ જ પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરતો હતો. એનો સ્વભાવ ખુબ જ લાગણીભર્યો અને સેવાભાવી હતો તેથી દરેક લોકો તેમનું દુઃખ લઈને તેની પાસે આવતા અને હસતા મોઢે પાછા ફરતા અને તેને આશીર્વાદ આપતા. ક્યારેક તો તે ગરીબ લોકોના પૈસા પણ ના લે અને સેવા કરે, એની આ વાત આખા સમાજને ખબર હતી. તે યુવાન હતો અને લગ્નોત્સુક હતો.

આદિત્ય દેખાવમાં સોહામણો લાગતો અને સ્વભાવમાં પણ સરળ અને ભણેલો-ગણેલો હતો. આથી જ સમાજમાં તેના માટે સગાઇની ઘણી વાતો આવતી પણ આદિત્યના દિલને સ્પર્શે તેવી કોડીલી કન્યા હજુ સુધી મળી નહોતી. હવે રમણીકલાલ અને મધુબેન રોજ આદિત્યને સમજાવતા કે બેટા હવે અમારી ઉંમર થઇ તું ક્યાંક ગોઠવાઈ જાય તો સારુ રહેશે અને અચાનક જ મનસુખલાલ અને નીતાબેનની એકની એક વહાલસોયી દીકરી પ્રેક્ષાની વાત આદિત્ય માટે આવી. પ્રેક્ષા ખુબ જ સુંદર અને સુશીલ હતી. તે પણ દાંતની ડોક્ટર હતી અને તેનુ પણ નાનું એવું ક્લિનિક હતું. તેના સપના પણ આદિત્ય જેવા જ ઊંચા હતા. લોકોની સેવા કરવી અને માતા-પિતાનું નામ રોશન કરવાનું.

બસ પછી તો વિધાતાના લેખ આગળ કોઈનું શું ચાલે. બને કુટુંબ એકબીજાને મળ્યા અને આદિત્ય અને પ્રેક્ષાએ વાત કરી અને લગ્ન ગોઠવાઈ ગયા. લગ્ન અને સગાઇ વચ્ચેનો સુમધુર સમય તો સોના જેવો લાગે અને પછી તો ચાલુ થયો સરસ મજાનો એ સમય. બંને એકબીજા ને ઈચ્છા થાય ત્યારે મળવા લાગ્યા અને ફોન અને સંદેશ ની આપ-લેથી તેઓ એકબીજાની વધુ નજીક આવી ગયા.

બસ હવે લગ્નને આડે થોડાં જ દિવસો રહ્યાં હતાં. લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલવા લાગી. કપડાં અને દાગીનાથી માંડી ને કરિયાવર અને મામેરા સુધીની ખરીદી બંને પરિવારોએ ઉત્સાહભેર શરુ કરી અને બસ હવે લગ્નના ગણતરીના જ દિવસો બાકી રહ્યા અને હવે આદિત્ય અને પ્રેક્ષાનું દિલ વધુ જોરથી ધડકવા લાગ્યું. હવે બંને હૃદયને આખી જિંદગી સુધી એક થવાનું છે, તેવા સપના બંને જોવા લાગ્યા અને રાતોની ઉંઘ પણ ઉડવા લાગી.

અંતે, એ દિવસ આવી ગયો અને પ્રેક્ષા દુલ્હન બની અને સોળે શણગાર સજીને આદિત્યની રાહ જોવા લાગી. આદિત્ય પણ આંખોમાં લાખો સપના ભરીને પ્રેક્ષાને પોતાની બનાવવા સજ્જ થઇ ગયો. આજે બંને દિલોને એક થવાનું છે, તે વિચારી બધા જ બહુ ખુશ થયાં. લગ્ન મંડપમાં બંનેના હાથોનું મિલન થયું અને હસ્તમેળાપ થયો. બંને પરિવારની આંખોમાં હરખના આસું સમાતા નહોતા. મધુબેન ખુબ જ પ્રેમથી પોતાની લાડકી વહુ પ્રેક્ષાને ઘરે લાવ્યા. ઘરમાં વહુના આવવાથી રોનક લાગતી હતી. મધુરજનીની રાત્રે બંનેએ એકબીજાને સાથે જીવવા-મારવા ના કોલ આપ્યા અને બંને શરીર અને હૃદયનું સુખદ મિલન થયુ.

પછી તો પ્રેક્ષા અને આદિત્યનો પ્રેમ ધીરે ધીરે વધવા લાગ્યો. બંનેને એકબીજાની આદત પડવા લાગી.. ક્લિનિક પણ બંનેએ ભેગું જ કરી દીધું અને તેઓ ગરીબોની દિલથી સેવા કરતા. મધુબેન અને રમણીકલાલ તો દીકરા અને વહુની ખુશી જોઈ જ રહ્યાં. પણ કહેવાય છે ને ખુશીઓ બસ થોડા સમયની જ મેહમાન હોય છે, સુખ પછી દુઃખનું આવવું એ નક્કી જ હોય છે. લગ્નના છ મહિના પછી આદિત્યને કામથી બહાર જવું પડ્યું. કામ ખુબ જ જરુરી હતું એટલે તે એકલો જ પોતાના બીજા ડૉક્ટર મિત્રો સાથે ગયેલો.

3 દિવસના કામ પછી આદિત્ય ઘરે પાછો ફરતો હતો. રાત ખુબ જ અંધારી હતી અને સુમસામ રોડ….. રાતના બે વાગ્યાં હશે..સામેથી એક મોટી ટ્રક આવી અને આદિત્યીન કાર સાથે ખુબ જોરદાર અકસ્માત થયો. ટ્રક ડ્રાઈવર ફૂલ સ્પીડમાં હતો અને તેને ખબર પડી કે તેના પર કેસ થશે એટલે તે ત્યાંથી ફરાર થઇ ગયો. અકસ્માતમાં આદિત્યને માથાના ભાગમાં ખુબ જ ઇજા થઇ અને સમયસર સારવાર ના મળતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું.

સવાર પડતા જ ત્યાંના સ્થાનિક લોકોએ અકસ્માત જોયો અને આદિત્યની બેગ માંથી એનું સરનામું મળ્યું અને લોકોએ એના ઘરે સીધો રમણીકલાલને કોલ કર્યો. પિતા રમણીકલાર પર તો આભ તૂટી પડ્યું. તેઓ રડમસ આંખો સાથે કોઈ ને કહ્યા વગર તે જગ્યા એ ગયા અને ત્યાંથી દીકરાની નનામી સાથે ઘરે આવ્યા. ઘરે આવતા જ મધુબેન અને પ્રેક્ષાએ ચિત્તકાર કર્યો. મધુબેન તો દીકરાની લાશને જોઈને જ બેભાન થઇ ગયા તો પ્રેક્ષાનું તો જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. બધા જ સપના અને પ્રેમને ખબર નહીં કોની નજર લાગી ગઇ.

હવે, ઘર સુમસામ થઇ ગયું. રમણીકલાલને પુત્રવધૂ પ્રેક્ષાની ચિંતા થવા લાગી કે એનું હવે શું થશે? તેની આગળની જિંદગી નું શું? તેમણે એક દિવસ પ્રેક્ષાને એ વિશે વાત કરી. પ્રેક્ષા સંસ્કારી કુટુંબની છોકરી હતી, એણે કહ્યું કે તેણે ફક્ત આદિત્ય સાથે નહીં પણ આખા પરિવાર સાથે લગ્ન કર્યાં હતાં. હવે, આદિત્યના માતા-પિતા જ તેના માતા-પિતા છે અને તે તેમની સાથે આજીવન એક દીકરી બનીને રહેશે. રમણીકલાલ પોતાની જાતને નસીબદાર માનવા લાગ્યા કે આવી દીકરી મળી પણ રમણીકલાલે કહ્યું બેટા અમે છીએ ત્યાં સુધી અમે તને સાચવીશું પછી તારું શું થશે. આમ રમણીકલાલના ઘણું કહેવાથી પ્રેક્ષા ભારે હૃદયે બીજા લગ્ન માટે તૈયાર.

રમણીકલાલે છોકરા જોવાનું ચાલુ કર્યું. તેમના પ્રિય મિત્ર મુકેશભાઈનો દીકરો નવીન ખુબ ડાહ્યો હતો, તેણે પિતાને વાત કરી કે તે પ્રેક્ષાને અપનાવવા તૈયાર છે. આ વાત તેમણે રમણીકલાલને કરી. રમણીકલાલ તો નવીનને સારી રીતે જાણતા હતા. તે ખુબ સારો વ્યક્તિ હતો અને પછી વાત આગળ ચાલી અને પ્રેક્ષા પણ સસરાની ઈચ્છા આગળ નમી ગઇ.

બંનેના ઘડિયા લગ્ન લેવાયા અને નવીનમાં પ્રેક્ષા આદિત્યને ઝંખવા લાગી. રમણીકલાલે પોતાની વહુને દીકરી માની અને પોતાની સંપત્તિમાંથી 50 ટકા ભાગ આપ્યો અને ધૂમધામથી પરણાવી અને કન્યાદાન કર્યું. આજે એક પિતાને એક દીકરો અને દીકરી બંને મળ્યા. ઈશ્વરીય કૃપાથી બંનેએ નવા જીવન ની શુરુઆત કરી અને આખરે એક વહુ દીકરી બની ગઇ.

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page