Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalબેંક મેનેજર યુવતી બ્લેકમેલ કરવા લાગ્યો હતો મંગેતર, IPSએ આપ્યો સાથ અને...

બેંક મેનેજર યુવતી બ્લેકમેલ કરવા લાગ્યો હતો મંગેતર, IPSએ આપ્યો સાથ અને…

હાલમાં જ પંજાબ નેશનલ બેંકની આસિસ્ટન્ટ મેનેજર શ્રદ્ધા ગુપ્તાએ આત્મહત્યા કરી હતી. તેણે સુસાઇડ નોટમાં આઇપીએસ અધિકારી આશીષ તિવારી સહિત મંગતેરને પોતાની મોત માટે જવાબદાર ગણાવ્યા છે. શ્રદ્ધાએ વિવેક ગુપ્તાની ચાલ ચલન સારું ના હોવાથી લગ્ન માટે ના પાડી દીધી હતી.

શું છે કેસ? આ કિસ્સો ઉત્તરપ્રદેશના અયોધ્યાનો છે. પંજાબ નેશનલ બેંકની આસિસ્ટન્ટ મેનેજરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મૂળ લખનઉની રહેવાશી શ્રદ્ધા અયોધ્યામાં છેલ્લા વર્ષથી ફરજ બજાવતી હતી. શ્રદ્ધાએ 2015માં પંજાબ નેશનલ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. પ્રમોશન બાદ શ્રદ્ધાને બછડા સુલતાનપુરાની બ્રાંચમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે મોકલવામાં આવી હતી. અહીંયા તેણે બેંકની સામે વિષ્ણુ એન્ડ કંપની બિલ્ડિંગમાં ઘર ભાડે રાખ્યું હતું. અહીંયા તે એકલી રહેતી હતી.

શ્રદ્ધાએ ના પાડતાં વિવેકે બ્લેકમેલિંગ કરીઃ આ કિસ્સો અયોધ્યાના વિવેક બ્લેકમેલિંગમાં આઇપીએસ મિત્ર આશીષના નામનો ઉપયોગ કરતો હતો. આશીષ પણ મિત્રને મદદ કરતો હતો. શ્રદ્ધા તથા વિવેકની સગાઈ જાન્યુઆરી, 2020માં નક્કી થઈ હતી. જોકે, કોરોનાને કારણે લગ્ન થઈ શક્યા નહીં. બંનેની મુલાકાત થવા લાગી હતી. આ દરમિયાન શ્રદ્ધાને ખ્યાલ આવ્યો કે વિવેકના અનેક યુવતીઓ સાથે સંબંધો હતા.

શ્રદ્ધાએ લગ્નની ના પાડીઃ શ્રદ્ધાના પરિવારે કહ્યું હતું કે લગ્ન નક્કી થયા બાદ વિવેક-શ્રદ્ધા વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં શ્રદ્ધાને વિવેકની ખરાબ આદતોની જાણ થઈ હતી અને તેણે લગ્નની ના પાડી હતી. ત્યારબાદ વિવેક બ્લેકમેલ કરવા લાગ્યો હતો. આઇપીએસ આશીષ તિવારી પણ શ્રદ્ધા પર વિવેક સાથે લગ્ન કરવાનું દબાણ કરતા હતા.

શ્રદ્ધાએ ડાયરીના 60 પેજમાં આખી ઘટના અંગે વાત કરી હતી. તેણે વિવેક કેવો છે, તે અંગે વિસ્તારથી લખ્યું છે. તેની હરકતોની જાણ થયા બાદ તેણે વિવેકથી દૂર જવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તે વિવેકથી દૂર થઈ તો તેણે બ્લેકમેલિંગનો ખેલ શરૂ કર્યો હતો.

અયોધ્યામાં એસએસપી છે આશીષઃ છેલ્લાં 5 વર્ષથી શ્રદ્ધા અયોધ્યાની બ્રાન્ચમાં કામ કરે છે. જાન્યુઆરી, 2020માં લગ્ન નક્કી થયા હતા. વિવેક એચસીએલ કંપનીમાં આઇટી હેડ છે. આશીષ તિવારી અયોધ્યામાં એસએસપી છે.

શ્રદ્ધાની માતાએ કહ્યું, વિવેક હેરાન કરતો હતોઃ પિતાએ કહ્યું કે વિવેકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે માન્યો નહોતો. તે દર વખતે ધમકી આપતો કે તેની ઓળખાણ પોલીસના મોટા મોટા અધિકારી સાથે છે. જો તેને હેરાન કરવામાં આવશે પરિણામ બહુ જ ખરાબ આવશે. શ્રદ્ધા દર અઠવાડિયે લખનઉ આવતી હતી. છેલ્લાં 15 દિવસથી ટેન્શનમાં હતી. શ્રદ્ધાની માતાએ કહ્યું હતું કે તે મોટા મોટા પોલીસ અધિકાારી પાસે ફોન કરાવીને દીકરીને ટોર્ચર કરતો હતો.

સવારે મળવા ગઈ હતીઃ શ્રદ્ધાએ સુસાઇડ કર્યું તેના પહેલાં અડધો કલાક કોઈકને મળવા ગઈ હતી. મકાનમાલિકે કહ્યું હતું કે સવારે 9 વાગે તે ક્યાંક બહાર ગઈ હતી. અડધો કલાક બાદ તે પરત આવી હતી અને પછી દરવાજો ખુલ્યો નહોતો. પરત ફરતી વખતે શ્રદ્ધાના હાથમાં કંઈ જ નહોતો. શંકા છે કે તે કોઈને મળવા ગઈ હતી.

પોલીસે બેંકના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. ગુરુવારે આયોજિત એક ઇવેન્ટમાં શ્રદ્ધા સામેલ થઈ હતી, પરંતુ શુક્રવારે આવી નહોતી. 29 ઓક્ટોબરે સવારે 7.52 મિનિટ સુધી વ્હોટસએપ ચેટ પર એક્ટિવ હતી.

નહાવાની તૈયારી કરી હતીઃ શ્રદ્ધાના પિતાએ કહ્યું હતું કે બાથરૂમમાં રૂમાલ હતો, ટબમાં તાજું પાણી ભરેલું હતું. તે નાહવાની તૈયારીમાં હતી. આ દરમિયાન કોઈનો ફોન આવ્યો અને તે બહાર ગઈ. શ્રદ્ધા જેને પણ મળી તેને કારણે જ આત્મહત્યા કરી હતી. પોલીસે શ્રદ્ધાનો ફોન, ડાયરી તથા અન્ય સામાન જપ્ત કરી દીધો છે.

સફળતા ડગલે ને પગલે મળીઃ પરિવારના મતે, શ્રદ્ધાનો અભ્યાસ લખનઉમાં થયો છે. 8થી બીકોમ સુધી શ્રદ્ધાએ સ્કૂલમાં ટોપ કર્યું છે. બેકિંગ પરીક્ષામાં ત્રીજા સ્થાને હતી. જ્યાં પણ હાથ નાખતી સફળતા ચમૂી લેતી.

બર્થડેની તૈયારીમાં હતી. લગ્ન નક્કી થયા બાદ શ્રદ્ધા ખુશ હતી. જોકે, લગ્ન તૂટતા તે નિરાશ થઈ હતી. નવેમ્બરમાં જન્મદિવસ હતો. 24 ઓક્ટબરો તેને બ્લૂટ્રૂથવાળા સ્પીકર ખરીદ્યા હતા. આની તસવીર વહોટ્સએપ સ્ટેટ્સમાં આ તસવીર લખીને કહ્યું હતું, ગિફ્ટેડ માયે સેલ્ફ ઓન ધસ બર્થડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page