Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalભાઈને પહેલાં બેભાન કર્યો, પ્રેમી સાથે મળીને સૂતાં મા-બાપને મારી નાખ્યા

ભાઈને પહેલાં બેભાન કર્યો, પ્રેમી સાથે મળીને સૂતાં મા-બાપને મારી નાખ્યા

કાનપુરમાં દીકરીએ પ્રેમી સાથે મળીને પોતાના જ માતા-પિતાની હત્યા કરી નાખી છે. પુત્રીએ રાત્રે માતા-પિતા અને ભાઇના રસમાં નશાકારક પદાર્થો ભેળવીને પીવડાવી દિધો. જ્યારે બધા બેભાન થઈ ગયા તો મોડી રાત્રે તેણે પ્રેમીને ફોન કર્યો અને પછી બંનેએ ભેગા મળીને માતા-પિતાનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ પ્રેમી જતો રહ્યો અને દીકરીએ ઘરમાં જોર-જોર-જોરથી રાડ નાખવાનો ડોળ કર્યો. આ રાડ ઘરમાં પહેલાં માળે સુઈ રહેલાં ભાઈને સંભળાઈ અને રાડ સાંભળીને નીચે આવ્યો ત્યારે બહેને જણાવ્યું કે, ત્રણ નકાબપોશ શખ્સો માતા-પિતાની હત્યા કરીને ફરાર થઈ ગયા છે.

દીકરીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે રડવાનો ડોળ કર્યો. જો કે સીસીટીવી ફૂટેજ અને સ્થળ પર મળેલા પુરાવાનાં આધારે પોલીસે 10 કલાકમાં જ આ કેસનો ખુલાસો કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને પુષ્ટિ આપી હતી કે, આરોપી પુત્રી અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે. દીકરીએ બે કારણોસર માતા-પિતાની હત્યા કરી હતી. પહેલું કારણ તો માતા-પિતાએ પ્રેમી સાથે લગ્ન બાબતે વિરોધ કર્યો હતો ને બીજું પિતાના નામે કરોડોની સંપત્તિ હતી. દીકરી અને તેનો પ્રેમી આ કરોડોની સંપતિના માલિક બનવા ઇચ્છતાં હતાં પણ હવે લાગે છે કે તેમનું આ સપનું માત્ર સપનું બનીને જ રહી જશે.

બંનેના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા હતા
બારા-2 વિસ્તારમાં આવેલી EWS કોલોનીમાં રહેતા 61 વર્ષીય મુન્નાલાલ ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી સુપરવાઇઝર તરીકે નિવૃત્ત થયા હતા. ઘરમાં તેમની 55 વર્ષીય પત્ની રાજદેવી, પુત્રી કોમલ અને પુત્ર અનુપ રહે છે. સોમવારની સવારે મુન્નાલાલ અને તેની પત્ની રાજદેવીની ઘરે જ હત્યા કરવામાં આવી હતી. આ બંનેના મૃતદેહ એક રૂમમાંથી મળી આવ્યા હતાં. આ બંનેની છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. દીકરી કોમલે અવાજ કર્યો એટલે ઉપરના માળે સૂતેલો દીકરો અનુપ દોડતો-દોડતો નીચે આવી ગયો. માતા-પિતાની લોહીથી લથપથ લાશો જોઈને તે સ્તબ્ધ થઈ ગયો.

દીકરી બોલી- ત્રણ માસ્કવાળા ચોરને ભાગતાં જોયા
ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન પુત્રી કોમલે જણાવ્યું હતું કે, ‘પાપા બહારના રૂમમાં સૂતાં હતાં. હું મારી માતા સાથે વચ્ચેના ઓરડામાં સૂતી હતી. મારો ભાઈ પહેલાં માળે સૂતો હતો. મને ખબર નથી, કે હત્યા ક્યારે થઈ જ્યારે કંઈક અવાજ થયો ત્યારે મેં મારી આંખો ખોલી અને જોયું કે ત્રણ માસ્કવાળા ચોર ઘરમાંથી ભાગી રહ્યા છે.’

ભાભીના ભાઈ પર હત્યાનો આરોપ
પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોમલને તેની ભાભીના ભાઈ પર તેના માતા-પિતાની હત્યા કરવાની શંકા ગઈ હતી. તેણે જણાવ્યું કે ભાઈ અનુપે 2017માં બિંદીકીની રહેવાસી સોનિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ સોનિકા પિયર ચાલી ગઈ હતી અને પરત ફરી નહોતી. ત્યારથી જ અનુપ અને સોનિકાનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કોમલે સોનિકાના પરિવારના સભ્યો પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. 24 જૂને, કોર્ટમાં આ વિસ્તારમાં રહેતાં સોનિકાનાં મોટા ભાઈ સુરેન્દ્રએ 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી. તેણે ધમકી આપી હતી કે, જો તે પૈસા નહીં આપે તો હું આખા પરિવારને મારી નાખીશ. અનુપને પણ પત્નીના ભાઈ સુરેન્દ્ર પર હત્યાની શંકા હતી.

આરોપી પુત્રીનું ષડયંત્ર કેવી રીતે પકડાયું? જાણો તેના 5 કારણો
જે મકાનમાં આ ઘટના બની છે તે માત્ર 47 ચોરસ મીટરમાં બનેલી EWS કોલોની છે. પતિ-પત્નીનાં ગળાં કાપીને હત્યા કરવામાં આવી હતી, પરંતુ ઘરમાં હાજર પુત્ર અને પુત્રીને આ વાતની જાણ ન થઈ. પોલીસને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. માતા રાત્રે દીકરી સાથે સૂતી હતી. એ ક્યારે ઊઠીને પોતાના પતિ પાસે ગઈ? શું થયું તે માસ્ક પહેરેલાં હત્યારાઓ ઘરમાં પ્રવેશ્યા, તે આવ્યાનો અવાજ કેમ ન આવ્યો? દીકરી કોમલ આ બધી વાતોનો જવાબ આપી શકી નહીં.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો મોડી રાત્રે એક યુવક ઘરમાં ઘૂસતો જોવા મળ્યો હતો. દરવાજો અંદરથી જ ખુલ્લો હતો. તે કડી પર ટકોરા માર્યા વિના અંદર પ્રવેશ્યો. લગભગ તે દોઢ કલાક પછી બહાર નીકળ્યો. તેણે ગમછાંથી પોતાનું મોઢું ઢાંકી રાખ્યું હતું. આ યુવાન ઘરે જતી વખતે ખાલી હાથે હતો, પરંતુ પાછાં ફરતી વખતે તેના હાથમાં એક બેગ હતું. આ યુવક બીજું કોઈ નહીં પણ યુવતીનો પ્રેમી હતો.

પોલીસે જ્યારે મૃતક દંપતીની દીકરીની તપાસ કરી તો તેના બંને હાથ પર ઈજાના નિશાન જોવા મળ્યા. આ સાથે જ બેન્ઝેડીન ટેસ્ટમાં તેના બંને હાથ લોહીથી ખરડાયેલા જોવા મળ્યા હતા. મારા પ્રેમીના હાથમાં લોહી પણ મળી આવ્યું હતું. એટલું જ નહીં યુવતીએ રાત્રે પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. ધોયેલા કપડામાં લોહીના ડાઘ પણ મળી આવ્યા છે.
પૂછપરછ દરમિયાન મૃતકના પુત્ર અનુપે જણાવ્યું હતું કે, મોડી રાત્રે તેની બહેન કોમલે પીવા માટે જ્યૂસ આપ્યું હતું.

તેણે માત્ર થોડો રસ પીધો જ્યારે સ્વાદ સારો ન લાગ્યો ત્યારે તે જતો રહ્યો. થોડીવાર પછી તેને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો. સવારે બહેને બૂમાબૂમ કરી અને હત્યાની જાણ થઈ. આથી બહેને જ ભાઈને નશીલો રસ આપ્યો હોવાની શંકા વધુ ગાઢ બની. પોલીસે જણાવ્યું કે, આરોપી બોયફ્રેન્ડનું ઘર યુવતીના ઘરથી 500 મીટર દૂર છે. ત્યાં તેની મીઠાઈની દુકાન છે. હાલ તો પોલીસે તેનું નામ જાહેર કર્યું નથી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, ગુનો કર્યા બાદ તે ચાપડ ચાલ્યો ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page