Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodકોરોનાગ્રસ્ત જાણીતા એક્ટર લલિત પરિમૂની સ્થિતિ ગંભીર, 'સ્કેમ'માં કર્યો હતો સીબીઆઈ અધિકારીનો...

કોરોનાગ્રસ્ત જાણીતા એક્ટર લલિત પરિમૂની સ્થિતિ ગંભીર, ‘સ્કેમ’માં કર્યો હતો સીબીઆઈ અધિકારીનો રોલ

ટીવીની એક સમયની ખૂબ જ લોકપ્રિય સીરિયલ ‘શક્તિમાન’માં ડૉક્ટર જૈકાલનું પાત્ર ભજવનાર એક્ટર લલિત પરીમૂ કોરાના ઝપેટમાં આવી ગયા છે. જેમની સ્થિતિ સારી નથી. મુંબઈના ભાયંદર-મીરા રોડના એક કોવિડ સેન્ટરના આઈસીયુમાં લલિત પરીમૂ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમજ તેને પ્લાઝમાની ખૂબ જ જરૂર છે.

જાણીતા પ્રોડ્યુસર-ડાયરેક્ટર હંસલ મહેતાએ સોશ્યલ મીડિયા પર લલિત પરિમૂ માટે મદદનું આહવાન કર્યું છે.. હંસલ મહેતાએ લખ્યું- ”એક્ટર લલિત પરીમૂ પ્રમોદ મહાજન હૉલના આઈસીયુ વોર્ડ 5માં ભરતી છે. લલિતને પ્લાઝ્માની ખૂબ જરૂર છે. તેનું બ્લડ ગ્રુપ એ-પોઝિટિવ છે. પ્લીઝ મદદ કરો. ”

નોંધનીય છે કે લલિત પરીમૂ ‘હૈદર’, ‘એન્જટ વિનોદ’, ‘મુબારકા’ અને ‘હજાર ચૌરાસી કી મા’ જેવી ફિલ્મોમાં કામ કરૂ ચૂક્યા છે. લલિત પરીમૂએ હાલમાં આવેલી ‘સ્કેમ’ વેબ સીરિઝમાં સીબીઆઈ અધિકારીનો રોલ કર્યો હતો.

લલિત પરીમૂ 1997માં ટેલિકાસ્ટ થયેલી ખૂબ જ લોકપ્રિય ટીવી સીરિયલ ‘શક્તિમાન’માં વિલેન તરીકે વૈજ્ઞાનિક ડૉ.જયકાલનો રોલ કર્યો હતો. તેમણે આ સીરિયલ દ્વારા ટીવીની દુનિયામાં પોતાની અલગ જ ઓળખી ઉભી કરી હતી. ‘શક્તિમાન’ ઉપરાંત લલિત પરીમૂએ ‘આહટ’, ‘કોરો કાગજ’, ‘સાયા’, ‘સીઆઈડી’, ‘રિશ્તે’, ‘રિમિક્સ’ જેવી તમામ હીટ ટીવી શૉમાં કામ કર્યું છે.

વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘હૈદર’માં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. લલિત પરીમૂ એક્ટિંગ ઉપરાંત રાઈટિંગમાં પણ ખૂબ એક્ટિવ છે. લલિતે ‘મેં મનુષ્ય હૂં’ નામની એક બૂક પણ લખી છે. આ ઉપરાંત તે એક્ટિંગ સ્કૂલ પણ ચલાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page