Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightઅમિત શાહની ઓફિસમાં ચંપલ પહેરીને જવાની પરવાનગી નહીં, જાણો કેવા છે નિયમો?

અમિત શાહની ઓફિસમાં ચંપલ પહેરીને જવાની પરવાનગી નહીં, જાણો કેવા છે નિયમો?

નવી દિલ્હીઃ અમિત શાહ દેશના ટોચના નેતાઓમાંથી એક છે. તેઓ ભાજપમાં વડાપ્રધાન મોદી બાદ બીજા સૌથી મોટા નેતા મનાય છે. હાલ દેશના ગૃહમંત્રી પદ પર રહેલા અમિત શાહની રાજકીય કુશળતાને કારણે તેમને ‘રાજકરણના ચાણક્ય’ કહેવામા આવે છે. મોટા ભાઈ તરીકે ઓળખાતા અમિત શાહનું સરકારી નિવાસ સ્થાન દિલ્હીમાં જ છે અને તે મોટાભાગે લોકોને પોતાના નિવાસ સ્થાને જ મળતા હોય છે. આજે અમે તમારી સમક્ષ દેશના ગૃહમંત્રીના ઓફિસ અને નિવાસ સ્થાને આવતા લોકો સંબંધિત નિયમો વિશે જણાવી રહ્યાં છીએ.

અમિત શાહની ઓફિસમાં એક બાજુ દિવાલ પર વીડી સાવરકરની અને બીજી તરફ જગદગુરુ શંકરાચાર્યની તસવીર લાગેલી છે. આ ઉપરાંત અમિત શાહે પોતાના બેઠક સ્થાને હનુમાનજીની મૂર્તિ પણ રાખી છે. અમિત શાહના નિવાસ સ્થાને કે ઓફિસમાં રહેલા તમામ સોફામાંથી માત્ર એ જ સોફા પર નેપકિન રાખવામા આવે છે જેની પર અમિત શાહ બેસવાના હોય છે. આ સાથે અમિત શાહ બેસવાના હોય તે સોફા પર નાના-નાના કુશન રાખવામા આવે છે, જેથી અમિત શાહને ઘણી સુવિધાઓ મળી રહે.

રસપ્રદ વાત એ છે કે, અમિત શાહની બેઠકમાં આવનારા મેહમાનોએ પોતાના જૂતા-ચંપલ બહાર જ કાઢવાના રહે છે. આ તેમની ઓફિસનો એક નિયમ જ ગણાય છે. આ વાતનો પુરાવો તેમની તમામ બેઠકોમાં જોવા મળે છે. અમિત શાહે પોતાના નિવાસ સ્થાને પણ એક ઓફિસ બનાવી રાખી છે. અમિત શાહના ઘરવાળી ઓફિસમાં લીલા કલરની ખુરશીઓ રાખવામા આવી છે અને એક ટીવી પણ લગાવવામાં આવ્યું છે. પોતાના ઘરે રહેલી ઓફિસથી જ અમિત શાહ વીડિયો કોન્ફરન્સિંગમાં ભાગ લે છે.

અમિત શાહની રાજકીય સફર
અમિત શાહ 1987 ભાજપના યુવા મોર્ચામાં સામેલ થયા. તે પછી તેઓ સતત આગળ વધતા રહ્યાં. તેમણે પક્ષને મજબૂત બનાવવામાં ઘણું યોગદાન આપ્યું છે. અમિત શાહને મોટી તક 1991માં લાલકૃષ્ણ અડવાણી માટે ગાંધીનગર સંસદીય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર થકી મળી હતી. બીજી તક શાહને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે મળી હતી.

વ્યવસાયે સ્ટૉક બ્રોકર રહેલા અમિત શાહે 1997માં ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી જીતી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. 2009માં અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બન્યા હતા. 2014માં નરેન્દ્ર મોદીએ અધ્યક્ષ પદ છોડ્યા બાદ અમિત શાહ જીસીએના પ્રમુખ બન્યા હતા. 2003 થી 2010 સુધી અમિત શાહ ગુજરાત સરકારમાં ગૃહ મંત્રી રહ્યાં હતા અને હવે દેશના ગૃહમંત્રી છે.

ચાણક્ય માનવા મુદ્દે અમિત શાહે કરી હતી આ ટિપ્પણી….
ફેબ્રુઆરી 2020માં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે પોતાને ચાણક્ય કહેવા પર પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે,‘મે ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું ચાણક્ય છું. અને ક્યારેય હું ચાણક્ય બની પણ નહીં શકું. કારણ કે મે પોતાના જીવન દરમિયાન ચાણક્ય વિશે સારું એવું વાંચ્યું છે અને તેમને સારી રીતે સમજ્યા છે. મારા રૂમમાં પણ તેમની એક તસવીર છે. તેમની ઊંચાઈઓને હું જાણું છું. અમિત શાહ તો બેચારો તેમની સામે કંઈ નથી. એક નાનકડો વ્યક્તિ છે. એવામાં મારી પ્રાર્થના છે કે ભગવાન કૌટિલ્ય સાથે મારી સરખામણી ના કરવામા આવે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page