આ ગ્લેમરસ લેડી ડોક્ટરનું મેડિકલ લાયસન્સ છીનવાઈ ગયું, જાણો કારણ
મ્યાનમાર: સોશિયલ મીડિયાના જમાનામાં આપણે જે કંઈ પણ કરીએ છીએ તેને વાયરલ થવામાં વાર નથી લાગતી. તો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મ્યાનમારની એક મહિલા ડોક્ટર નાંગ મી સાનની આ જ ભૂલ તેને ભારે પડી હતી અને તેનું લાયસન્ય રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, ડોક્ટર નાંગ મી સાને બિકની પહેરેલો પોતાની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ ફોટો મ્યાનમાર મેડિકલ કાઉન્સિલના ધ્યાનમાં આવતાં જ મેડિકલ કાઉન્સિલે પહેલા તેને નોટિસ મોકલી હતી ત્યાર બાદ તેનું ડોક્ટર્સનું લાયસન્સ રદ્દ કરી દીધું હતું.
હવે ડોક્ટર મ્યાનમારમાં પ્રેક્ટિસ નહીં કરી શકે. ડોક્ટર નાંગ મી સાને લાયસન્સ પાછું લેવાના કાઉન્સિલના નિર્ણયનો વિરોધ કરવાની સાથે તેને વ્યક્તિગત સ્વાતંત્રતામાં દખલ ગણાવી હતી. 28 વર્ષીય ડોક્ટર નાંગ મી સાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણાં બધાં બોલ્ડ ફોટા પોસ્ટ કર્યાં છે જેમાં મોટાભાગના ફોટામાં તે બિકનીમાં જ જોવા મળી રહી છે.
કાઉન્સિલે નાંગ મી સાનને નોટિસ મોકલીને આવા બોલ્ડ ફોટાઓને દેશની સંસ્કૃતિ વિરૂદ્ધના ગણાવ્યા છે અને તેને લાયસન્સ રદ્દ કરવાનું કારણ પણ ગણાવ્યું છે.
View this post on Instagram