Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalઘરે આવતા જતા મિત્ર સાથે પત્નીને મળી ગઈ આંખ, વાસનામાં એવા અંધ...

ઘરે આવતા જતા મિત્ર સાથે પત્નીને મળી ગઈ આંખ, વાસનામાં એવા અંધ બન્યા કે…

અનૈતિક સંબંધોમાં હત્યાનો એક હીચકારો બનાવ સામે આવ્યો છે. એક નર્સિંગ કર્મી મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. પતિને પત્નીના અનૈતિક સંબંધોની જાણ થઈ ગઈ હતી. પત્ની અને તેના પ્રેમીની વચ્ચે કાંટો બની બની રહેલા પતિની ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો. મહિલાએ તેના પ્રેમી સાથે મળી શૂઝની લેસથી પત્નીનું ગળું દબાવી દીધું હતું. કોઈને શંકા ન જાય એટલા માટે ગળા પરના નિશાન માર્કર પેનથી છૂપાવ્યા હતા. પકડાઈ જતાં પ્રેમી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો હતો.

રાજસ્થાનના કોટામાં 38 વર્ષનો નરેશ મીણા નામના યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. નરેશ સિલાઈનું કામ કરતો હતો. તેને 12 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી હતી. 10 દિવસ પહેલાં કોટાના ખેડલી ફાટક વિસ્તારમાં આવેલા તેના ઘરમાં શંકાસ્પદ હાલતમાં તેની લાશ મળી હતી. પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રે સૂતા પછી પતિ ઉઠ્યો જ નહોતો. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી દીધી હતી. ત્યારે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી નહોતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં જ મોટો ઘટસ્ફોટ થયો હતો. પોસ્ટમોર્ટ રિપોર્ટમાં નરેશની ગળું દબાવીને હત્યા થયાનું બહાર આવ્યું હતું.

શૂઝની લેસથી ગળું દબાવી દીધું
પોલીસની કડક પૂછપરછમાં પત્ની સુનીતા ભાંગી પડી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. બાદમાં પોલીસે પત્ની સુનીતા (34) અને તેના પ્રેમી પ્રમોદ ખટીક ઉર્ફે પવન (34)ની ધરપકડ કરી હતી. પકડાઈ જતાં પ્રેમી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો હતો. નરેશ મીણાની પત્ની સુનીતાને પ્રેમી પ્રમોદ સાથે અનૈતિક સંબંધો હતા. પતિ રસ્તામાં અડચણરૂપ બનતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું શૂઝની લેસથી ગળું દબાવી દીધું હતું. એટલું જ નહીં કોઈને શંકા ન જાય એટલા માટે ગળા પરના નિશાન માર્કર પેની છૂપાવી દીધા હતા.

11 વર્ષથી સંબંધો હતા
મૃતક નરેશ મીણા વર્ષ 2011માં છાવણી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે સિલાઈનું કામ કરતો હતો. આ કામમાં તેની પત્ની સુનીતા પણ તેની મદદ કરી હતી. આરોપી પ્રમોદ પણ સિલાઈનું કામ કરતો હતો. આ કામ અર્થે પ્રમોદને નરેશના ઘરે આવવા-જવાનું થતું હતું. ધીમે ધીમે સુનીતા અને પ્રમોદ નજીક આવતા ગયા. દરમિયાન સુનીતા એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ કર્મી તરીકેનું કામ કરવા લાગી હતી. નોકરી પર છૂટ્યા પછી સુનીતા અને પ્રમોદ મળીને પ્રણયફાગ ખેલતા હતા.

પતિને શંકા જતા મકાન બદલી નાખ્યું
મૃતક નરેશને તેની પત્ની સુનીતા અને પ્રમોદ વચ્ચે પ્રેમપ્રસંગની ખબર પડી ગઈ હતી. તેણે તેની પત્નીને સમજાવી હતી. એટલું જ નહીં ખેડલી વિસ્તારમાં ખરીદેલા પોતાના ફ્લેટમાં પણ શિક્ટ થઈ ગયા હતા. થોડા સમય પછી ફરી સુનિતા અને પ્રમોદ મળવા લાગ્યા હતા. અંતે બંનેએ નરેશને રસ્તામાં હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. અંતે પાંચ દિવસ પહેલાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિ નરેશનું કાસળ કાઢી નાખ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page