Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodતુનિષાની માતાએ કહ્યું- શિજાને મારી દીકરીનો યુઝ કર્યો, લવ-જેહાદનો એંગલ પણ જોડાયો

તુનિષાની માતાએ કહ્યું- શિજાને મારી દીકરીનો યુઝ કર્યો, લવ-જેહાદનો એંગલ પણ જોડાયો

માત્ર 20 વર્ષીય ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ સિરિયલ ‘અલીબાબા દાસ્તાને કાબુલ’ના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાની આત્મહત્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે અને પોલીસ હવે આ કેસમાં મર્ડર કે સુસાઇડ અંગે તપાસ કરી રહી છે. તુનિષાની માતાએ સિરિયલ ‘અલીબાબા દાસ્તાને કાબુલ’ના કો-સ્ટાર શિજાન ખાનની ધરપકડ કરી હતી. તુનિષાના અંતિમ સંસ્કાર 27 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. તુનિષાના સંબંધીઓ ચંદીગઢથી મુંબઈ આવ્યા છે.

શિજાને શું કહ્યું?, પોલીસ લવ જિહાદ એંગલથી તપાસ કરશે
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિજાને પોલીસ પૂછપરછમાં મહત્ત્વની માહિતી આપી છે. શિજાને પ્રાથમિક પૂછપરછમાં એવું કહ્યું હતું કે બંને રિલેશનશિપમાં હતાં, આ વાત સાચી છે, પરંતુ બંનેના ધર્મ અલગ હતા અને ઉંમરમાં પણ તફાવત હતો. શિજાન 28નો તો તુનિષા 20 વર્ષની હતી. શિજાને એમ પણ કહ્યું હતું કે શ્રદ્ધા મર્ડર કેસ પણ તેમના સંબંધો તૂટવા પાછળ જવાબદાર છે. તે સમયે દેશમાં જે રીતનો માહોલ હતો, તેનાથી તે અપસેટ હતો. પોલીસે કહ્યું હતું કે તેઓ લવ જિહાદ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે.

પોલીસને શિજાનની વાતો પર વિશ્વાસ નથી
પોલીસને શિજાનની આ વાતો પર વિશ્વાસ નથી, કારણ કે તુનિષાના પરિવારનો આક્ષેપ છે કે શિજાન એક સાથે અનેક યુવતીઓ સાથે રિલેશનશિપમાં હતો. શિજાને તુનિષાને પ્રેમમા દગો આપ્યો હતો. શિજાન આ બધાથી બચવા માટે ઉંમર તથા ધર્મની વાતો કહી રહ્યો છે. જોકે, હવે પોલીસ એ જાણવા માગે છે કે શિજાન ઈચ્છતો હતો કે તુનિષા ધર્મ બદલીને તેની સાથે લગ્ન કરે? વધુમાં તુનિષાની માતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શિજાને લગ્નનું વચન આપીને બ્રેકઅપ કર્યું હતું. આ પહેલાં પણ તેના કોઈ યુવતી સાથે સંબંધો હતો ત્યારબાદ પણ તેણે તુનિષા સાથે રિલેશન રાખ્યું. ત્રણ-ચાર મહિના યુઝ કર્યાં. તો તુનિષાના કાકા પવન શર્માએ કહ્યું હતું કે તુનિષાએ થોડાં દિવસ પહેલાં તેમને ફોન કર્યો હતો. તે ઘણી જ અપસેટ હતી. તેણે કહ્યું હતું કે તેની સાથે ખોટું થયું છે. તેને ચીટ કરવામાં આવી છે.

15 દિવસમાં સંબંધો ખરાબ થયા
પોલીસના જણાવ્યા પ્રમાણે, તુનિષાની માતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે છ મહિના પહેલાં જ તુનિષા એક્ટર શિજાન સાથેના સંબંધોથી ખુશ હતી. તેણે આ વાત કહી હતી. જોકે, 15 દિવસ પહેલાં જ શિજાને બ્રેકઅપ કર્યું હતું અને તે આ વાતથી ઘણી જ અપસેટ હતી. તુનિષાની માતાએ દીકરીએ શિજાનને કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

તુનિષાએ આ પહેલાં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિજાને પૂછપરછમાં કહ્યું હતું કે તુનિષાએ થોડા દિવસ પહેલાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે તેણે તુનિષાને બચાવી લીધી હતી. તેણે આ અંગે તુનિષાની માતાને પણ કહ્યું હતું અને તુનિષાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. પોલીસ શિજાનના નિવેદનની ખરાઈ કરી રહી છે.

સુસાઇડ પહેલાં સાથે લંચ કર્યું હતું
વસઈ પોલીસને આ વાતની પણ માહિતી મળી છે કે તુનિષાએ સુસાઇડ કર્યું એના કલાકો પહેલાં શિજાન સાથે લંચ પણ કર્યું હતું. શિફ્ટનું શૂટિંગ પૂરું થયા બાદ મેકઅપ રૂમમાં શિજાન તથા તુનિષાએ બપોરના ત્રણ વાગ્યે સાથે લંચન કર્યું હતું. પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે 15 મિનિટમાં એવું તો શું બન્યું કે તુનિષાએ 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી.

શિજાનના ફોન ફોરેન્સિક લેબમાં મોકલ્યા
પોલીસે તુનિષા તથા શિજાનના મોબાઇલ ફોન ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલ્યા છે. પોલીસને શંકા છે કે લંચ દરમિયાન મેકઅપ રૂમમાં બંને વચ્ચે કંઈક થયું હશે અને તુનિષાએ આ પગલું ભરી લીધું.

28 ડિસેમ્બર સુધી શિજાન પોલીસ કસ્ટડીમાં
શિજાન હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. તેને વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે અને તે 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

સુસાઈડના થોડા કલાક પહેલા શેર કરી પોસ્ટ
તુનીષા શર્માએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું, ‘જે લોકો પોતાના જુસ્સાથી આગળ વધે છે, તે અટકતા નથી.

તુનિષા લોકપ્રિય એક્ટ્રેસ હતી
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના ‘વીર પુત્ર-મહારાણા પ્રતાપ’થી કરી હતી. તે ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’, ‘ગબ્બર પુંછવાલા’, ‘શેર-એ-પંજાબ: મહારાણા રણજીત સિંહ’, ‘ઈન્ટરનેટ વાલા લવ’ અને ‘ઈશ્ક શુભાન અલ્લાહ’ જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરિના કૈફની ફિલ્મ ‘ફિતૂર’માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે ‘અલીબાબા દાસ્તાને કાબુલ’માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી. આ સિવાય તુનિષાએ બાળ કલાકાર તરીકે ‘બાર બાર દેખો’, ‘કહાની-2’, ‘દબંગ-3’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page