Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodમેકઅપ વગર આવી દેખાય છે ‘અનુપમા’ સીરિયલની કાવ્યા, સામે મળશે તો જોઈને...

મેકઅપ વગર આવી દેખાય છે ‘અનુપમા’ સીરિયલની કાવ્યા, સામે મળશે તો જોઈને તમે પણ ગોથા ખાઈ જશો!

મુંબઈ: ટીવીની મોસ્ટ પોપ્યુલર શો ‘અનુપમા’માં કાવ્યાનો રોલ પ્લે કરી રહેલ અભિનેત્રી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકેલ મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની વહુ મદાલસા શર્મા (Madalsa Sharma) મેકઅપ વગરની હટકે તસવીરો સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને તમે મદાલસાને ઓળખી પણ નહીં શકો એ નક્કી છે. આ તસવીરોમાં તેનો લુક એકદમ અલગ જ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, મલાલસાએ પોતાની સ્ટાઈલ અને લુકને ચેન્જ કરવામાં બહુ જ મહેનત કરી હતી અને આજની વાત કરીએ તો, તેની ખુબસુરતી સામે તો બોલિવૂડની અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે. તે સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ચાહકોને અપડેટ આપતી રહે છે.

તમને જણાવી દઈએ કે, મદાલસા સીરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝાવેરીનું પાત્ર નિભાવી રહી છે જે વનરાજની કલીક હોવાની સાથે તેની લવ ઈન્ટરેસ્ટ પણ છે. આ સીરિયલ છેલ્લા ઘણાં મહિનાઓથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. અનુપમાનું પાત્ર ભજવી રહેલ રૂપાલી ગાગુંલી પણ થોડા દિવસ પહેલાં જ કોરોનાનો શિકાર થઈ હતી પરંતુ હવે તે તૈયાર થઈ ગઈ છે અને સીરિયલનું શૂટિંગ શરૂ કર્યું છે.

એક ઈન્ટરવ્યૂમાં મદાલસાએ કહ્યું હતું કે, હું આ શો કરીને બહુ જ ખુશ છું. હું હંમેશાથી રાજન શાહી સરની સાથે કામ કરવા માંગતી હતી અને જ્યારે આ ઓફર આવી તો મેં એક પલમાં હા પાડી દીધી હતી. મારી આ ટીવી પર શરૂઆત છે અને આ રીતે જાણીતા બેનરની સાથે પોતાના સફર શરૂ કરવી ગર્વની વાત છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ શોના દરેક એપિસોડ માટે તેને 30 હજાર રૂપિયા મળે છે.

મદાલસાના જણાવ્યા પ્રમાણે, આ કેરેક્ટર બહુ જ રસપ્રદ છે અને આમાં ઘણાં પ્રકાર છે. કાવ્યા સ્ટ્રોંગ છે, ઈંન્ડિપેન્ડેટ છે અને પોતાના પગ પર જાતે ઉભી છે. આ કારણે જ ચાહકોને આ પાત્ર બહુ પસંદ આવી રહ્યું છે.

મદાલસાને નાનપણથી જ એક્ટિંગનો માહોલ મળ્યો છે. આ કારણે જ એક્ટિંગ સિવાય બીજી ફિલ્ડમાં જવાનું વિચાર્યું નહીં. ઘણાં ઓછા લોકોને ખબર છે કે, મદાલસા પ્રખ્યાત અભિનેત્રી શીલા શર્મા અને નિર્માતા-નિર્દેશક સુભાષ શર્માની પુત્રી છે. શીલાએ 90ના દાયકાની મહાભારતમાં દેવકીનો રોલ નિભાવ્યો હતો.

મદાલસાના લગ્ન જુલાઈ, 2018માં મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય (મિમોહ) ચક્રવર્તીની સાથે થયા હતાં. પુત્રી મદાલસાના લગ્ન પર માતા શીલા શર્માએ કહ્યું હતું કે, મિથુનની ફેમિલી સંસ્કારી છે અને અમારા મનમાં પુત્રીના લગ્નને લઈને કોઈ જ શંકા નથી.

મદાલસાએ પણ પોતાની માતાની જેમ અભિનેત્રી બનવાનું નક્કી કર્યું છે. મદાલસાએ 2009માં તેલુગુ ફિલ્મ ફિંટિંગથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે કન્નડ ફિલ્મ શોર્યમાં પણ કામ કર્યું છે.

મિમોહ સાથે પહેલી મુલાકાતને લઈને મદાલસાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઘણાં સમયથી અમે એક બીજાને ઓળખતાં હતા. મારી માતાએ થોડા સમય પહેલા મિમોહની સાથે ફિલ્મ કરી હતી. તે સમયે એક ઈવેન્ટમાં હું માતાની સાથે ગઈ હતી તે દરમિયાન હું પહેલીવાર મિમોહને મળી હતી.

મદાલસાએ જણાવ્યું હતું કે, પહેલીવાર જ્યારે હું મારા થનાર સસરા એટલે મિથુન ચક્રવર્તીને મળી તો તેમણે મને પૂછ્યું હતું કે, હું તેમના પુત્રની જિંદગીમાં હંમેશા માટે આવી શકે છે કે નહીં. આ વાત તેમણે પોતાના પુત્રને પણ પુછી હતી. તેઓ બહુ જ વાસ્તવિક વ્યક્તિ છે.

શોમાં કાવ્યા એટલે મદાલસાનો અનુપમા એટલે રૂપાલી ગાંગુલી સાથે કેટલો પણ ઝઘડો હોય પરંતુ રિલય લાઈફમાં બન્નેની વચ્ચે બહુ જ સારું બોન્ડિંગ છે. શોના સેટ પર તે બહુ જ મસ્તી પણ કરે છે. અનુપમા અને મદાલસાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page