પ્રેગ્નન્ટ મહિલાને મળ્યું કારમુ મોત, બાળક પેટ ચીરીને બહાર આવ્યું, જોનારા રડી પડ્યા

એક ગર્ભવતી મહિલા પરથી ટ્રક પસાર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. મહિલાનું પેટ ફાટી જતાં બાળક પણ બહાર આવી ગયું હતું. બાળક માતાથી પાંચ ફૂટ દૂર જઈને પડ્યું હતું. બાળક એકદમ સહી સલામત છે. મહિલાના શરીરના અનેક ટુકડા થયા છે. તેનો પગ પણ કપાઈ ગયો હતો.

આ ઘટના ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની છે. મહિલા કામિનીના પતિ રામુએ રડતાં રડતાં કહ્યું હતું કે તેની પત્નીને નવમો મહિનો જતો હતો. તેણે સવારે જ પિયર જવાની વાત કરી હતી. બાળક થયા બાદ તે ચાર મહિના સુધી પિયર જઈ શકે તેમ નહોતી. પત્નીની વાત માનીને તે બાઇક પર સવારે નવ વાગે નીકળ્યો હતો. તેનું ઘર આગ્રાના ધનૌલી ગામમાં છે. સાસરું ફિરોઝાબાદમાં છે. ઘરથી સાસરું 40 કિમી દૂર છે.

વધુમાં રામુએ કહ્યું હતું કે થોડે દૂર ચાલ્યા બાદ કામિનીએ ચા પીવાનું કહ્યું હતું. તેમણે હોટલમાં ચા પીધી હતી. તેઓ પાંચ કિમી આગળ વધ્યા હશે અને પાછળથી ઝડપથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ કામિની બાઇક પરથી પડી ગઈ હતી.

ટ્રક કામિની પર ચઢી ગયું હતું. તેની નજરની સામે પત્ની તડપી તડપીને મરી ગઈ હતી. તેના શરીરમાં કંઈ જ વધ્યું નહોતું. દૂર જઈને પડેલું બાળક રડતું હતું.આગળ રામએ જણાવ્યું હતું કે કેટલાંક લોકો બાળકને ઉઠાવીને લાવ્યા હતા અને તે જ લોકો ને હોસ્પિટલ લઈ ગયા હતા.

એમ્બ્યૂલન્સ આવ્યા બાદ પત્નીનો પાર્થિવ દેહ હોસ્પિટલ પહોંચ્યો હતો. પરિવારને આ અંગે જાણ કરી હતી. તેમના લગ્નને ત્રણ વર્ષ થયા હતા અને આ તેમનું પહેલું બાળક હતું.

પોલીસે કહ્યું હતું કે ઘટના બાદ ટ્રક ચાલક ઘટના સ્થળથી ફરાર છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. બાળક સલામત છે. હજી પણ તે હોસ્પિટલમાં એડમિટ છે.

Similar Posts