લસણ-ડુંગળી વગર પણ શાક બનશે એકદમ ટેસ્ટી, તો આજે ઘરે બનાવો કાચા કેળાં અને ભીંડાનું શાક

Recipe

અમદાવાદઃ કાચા કેળાં તથા ભીંડાનું શાક એક આયુર્વેદિક શાક છે. જેમાં લસણ તથા ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી. કાચા કેળાં તથા ભીંડાને અલગ-અલગ બનાવીને તેમાં હળદર, હિંગ, મરી તથા મીઠું નાખવામાં આવે છે. આ એક સૂકું શાક છે. જેમાં દહીં નાખીને ખાવામાં આવે છે.

સામ્રગીઃ
300 ગ્રામ ભીંડા (સમારેલા)
2 કાચા કેળા (સમારેલા)
1 નાની ચમચી હળદર
1 નાની ચમચી મરી
1/2 ચમચી હિંગ
1 નાની ચમચી આમચૂર પાવડર
મીઠું
તેલ
1/4 નાની ચમચી લાલ મરચું
1/2 નાની ચમચી ગરમ મસાલો
1/2 ચમચી ધાણાજીરું

રીતઃ
1. કાચા કેળાં તથા ભીંડાનું શાક બનાવવા માટે આપણે સૌ પહેલાં કાચા કેળાંનું શાક બનાવીશું. સૌ પહેલાં કાચા કેળાં છાલ ઉતારીને કાપીને અલગ રાખો. હવે, પ્રેશર કૂકરમાં કાચા કેળાં, 1/2 કપ પાણી, હળદર, મીઠું નાખીને કૂકર બંધ કરો.
2. ત્રણ સિટી વગાડો અને પછી ગેસ બંધ કરો.
3. હવે, કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું-હિંગ નાખીને વખાર કરો.
4. વખાર આવે એટલે તેમાં ભીંડા તથી મીઠું નાખું.
5. ભીંડા ચઢી જાય એટલે તેમાં કાચા કેળાં, આમચૂર પાવડર, મરી, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાખીને બરોબર મિક્સ કરો.
6. 4-5 મિનિટ સુધી ચઢવો અને પછી ગેસ બંધ કરી દો.
7. સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્નિશિંગ કરો.
8. તૈયાર છે કાચા કેળાં-ભીંડાનું ટેસ્ટી શાક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *