Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightપેપ્સીની એડમાં ગુજરાતી ચારૂલતા પટેલનો સ્વેગ જોવા મળ્યો

પેપ્સીની એડમાં ગુજરાતી ચારૂલતા પટેલનો સ્વેગ જોવા મળ્યો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના બર્મિંગહામ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચમાં ભારતનો ઉત્સાહ વધારવા માટે આવેલા 87 વર્ષિય ગુજરાતી ચારૂલતા પટેલ રાતોરાત સ્ટાર બની ગયા હતા. તેમની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે, તેમને કોલ્ડ ડ્રિક બ્રાન્ડ પેપ્સીએ જાહેરાત માટે કાસ્ટ કર્યાં હતા.

બાંગ્લાદેશની મેચ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ચારૂલતા પટેલને મળ્યાં હતા અને તેમની સાથેની તસવીરો-વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ત્યાર બાદ ચારૂલતા પટેલ રાતોરાત સ્ટાર બની ગયા હતા.


ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી બર્મિંઘહામની એજેબેસ્ટન સ્ટેડિયમમાં ભારતને ટેકો આપવા માટે આવેલા 87 વર્ષના વૃદ્ધ મહિલા પ્રશંસક ચારૂલતા પટેલને મળ્યો હતો.

વિરાટ જ નહીં બાંગ્લાદેશ ટીમ સામે ‘મેન ઓફ ધ મેચ’ જાહેર થયેલો સ્ટાર ઓપનર રોહિત શર્મા પણ આ વૃદ્ધ મહિલા પ્રશંસકને મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page