Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratબસનું ટાયર ફાટ્યું અને સીધું મારા મોંઢા પર આવ્યું... પતિએ કર્યા ધ્રુજાવી...

બસનું ટાયર ફાટ્યું અને સીધું મારા મોંઢા પર આવ્યું… પતિએ કર્યા ધ્રુજાવી દેતા ખુલાસા

સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં એકાએક આગ લાગતા બસ ઘડીભરમાં આગની લપેટમાં આવી ગઈ હતી. આ બનાવમાં ભાવનગરનું નવયુગલ ભોગ બન્યું હતું, જે પૈકી પરીણિતા ઘટના સ્થળે જ ભડથું થઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જયારે તેના પતિ વિશાલભાઈ નવલાની પણ ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલની બિછાને છે. આ ઘટનાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો. આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે અંગે ઘાયલ યુવક વિશાલભાઈ નવલાનીએ પોતાની દર્દનાક આપવીતી જણાવી હતી.

વિશાલભાઈ નવલાનીએ જણાવ્યું, ‘‘મારી રાજધાની ટ્રાવેલ્સની સુરતથી ભાવનગરની પોણા દસ વાગ્યાની બસ હતી. આઠ વાગ્યાના અમે તેમની ઓફિસે જ બેઠા હતા. સવા નવ વાગ્યે બસ આવી. બસમાં એ લોકો પાર્સલને એ બધુ નાખતા હતા. પાછળની પેસેન્જરની બેસવાની સીટ, પાછળની ડીકીમાં, લેફ્ટ સાઈડની ડીકીમાં બધી જગ્યાએ એ લોકોએ પાર્સલ ભર્યા હતા. પછી પોણા દસ વાગ્યે એ લોકોએ બસ ઉપાડી હતી.’’

વિશાલભાઈ નવલાનીએ આગળ કહ્યું, ‘‘અમારી 25-26 નંબરની ઉપરની તરફ સોફાસીટ હતી. અમે બંને જણા ત્યાં સૂતા હતા. હું બારીની બાજુમાં હતો અને બીજી બાજુ મારી વાઈફ સૂતી હતી. અચાનક કન્ડકટરે ડ્રાઈવરને જોરથી બૂમો પાડી પાડીને બસ ઉભી રાખવાનું કહ્યું. કન્ડકરે કહ્યું કે- બસ ઉભી રાખો પાછળથી ધૂમાડા નીકળે છે. મેં સોફાસીટનો દરવાજો ખોલીને જોયું તો પાછળથી ધૂમાડા નીકળતા હતા. તરત મેં મારી પત્નીને કહ્યું કે એ બાજુથી નહીં જવાય, આ બાજુથી કૂદકો મારી દઈએ. મેં બારી ખોલીને સીધો કૂદકો મારી દીધો.”

ભારે હૈયે પતિ વિશાલ નવલાનીએ કહ્યું કે, ‘‘બસમાંથી નીચે ઉતરી હું આગળના દરવાજાથી પત્નીને લેવા અંદર ગયો. ત્યાંથી અંદર જવાય એવી સ્થિતિ નહોતી. એટલે ફરી હું પાછો બારી બાજુ ગયો. ત્યાં જઈને મારી પત્નીને કહ્યું કે અંદરથી નીકળી નહીં શકાય તું બારીમાંથી કૂદી જા. જેવો હું તેને હાથ આપવા જતો કે આગમાં બસનું ટાયર ફાટીને મારા મોંઢા પર આવ્યું. મને લોહી નીકળવા લાગ્યું. મને હાથ પગ અને આંખમાં વાગ્યું હતું. પછી મને 108માં લઈ ગયા.’’

વિશાલ નવલાનીએ તંત્રની પણ પોલ ખોલી હતી. તેણે કહ્યું કે ‘‘બસની ડીકીમાં સેનેટાઈઝર જેવો સામાન હતો એટલે આગ વધુ લાગી હતી. મને નથી લાગતું કે એસીનું કમ્પ્રેસર ફાટ્યું હોય, કારણ કે બસ એસી નહીં નોન એસી હતી. એટલે કમ્પ્રેસર ફાટવાનો સવાલ જ નથી. આખી બસમાં બધે પાર્સલ જ ભર્યા હતા.’’

સુરતથી ગોવા અને રિટર્ન ફ્લાઈટ બુક કરાવેલી હતી
ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય પહેલાં જ તાનિયા નામની યુવતી સાથે થયા હતા. ગોવા ખાતે હનિમૂન મનાવવા જવા માટે તેમણે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યાં અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયાં હતાં. ગતરોજ તેઓ ગોવાથી સુરત આવ્યાં અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા.

ઘટના શું હતી?
ગત રોજ મંગળવારે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.

ઘટના અગાઉના સીસીટીવી સામે આવ્યા
ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાંના સીસીટીવીસામે આવ્યા છે, જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

અકસ્માત મોતનો ગુનો નોંધાયો
એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ બસમાં આગ કયા કારણસર લાગી એ માટે એસએફએલની મદદ પણ લેવાઈ છે તેમજ ઇલેક્ટ્રિક અને આરટીઓ ઇન્સ્પેકટરની સ્થળ નિરીક્ષણ કરાવી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just read, experience the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page