અમદાવાદમાં રોડ પર દારૂ પીને લક્ઝુરિયસ જગુઆર કારમાં નીકળેલા જાણીતા એડવોકેટના જમાઈ ઝડપાયા

Feature Right Gujarat

અમદાવાદ: લો ગાર્ડન ખાતેની જીએલએસ કોલેજના સંચાલક અને જાણીતા એડવોકેટ સુધીર નાણાવટીના જમાઈ અભિષેક શાહ દારૂ પીને ગાડી ચલાવતાં ઝડપાયા છે. શનિવારે મોડી રાતે સિંધુ ભવન રોડ પરથી દારૂ પીને જગુઆર કારમાં જઈ રહેલા અભિષેક શાહ અને તેમના મિત્ર પૂરવ શાહની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. જોકે અભિષેકે પોલીસ સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હોવાથી તેમની ડ્રિંક એન્ડ ડ્રાઈવનો અલગથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, અભિષેક સુધીર નાણાવટીના જમાઈ છે. પરંતુ તે અને પૂરવ દારૂ પીધેલી હાલતમાં હોવાથી બંને વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો સાથે શનિવારે રાતે 2 વાગ્યે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી જગુઆર કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી હતી. ત્યારે કાર ચાલકને નામ – સરનામું પૂછતાં તેમણે પોલીસને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેના કારણે પોલીસે ચાલક અને અન્ય મિત્રને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું ત્યાર બાદ બન્ને નીચે ઉતર્યા ત્યારે લથડિયા ખાતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *