Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodક્યારેક એક-બીજાનું મોઢું પણ જોવાનું પસંદ નહોતી કરતી 90નાં દશકની આ 2...

ક્યારેક એક-બીજાનું મોઢું પણ જોવાનું પસંદ નહોતી કરતી 90નાં દશકની આ 2 એક્ટ્રસ

બોલિવૂડની હીરોઈન વચ્ચે મનભેદ અને કેટફાઇટ હોવી સામાન્ય વાત છે. પછી ભલે તે આજના સમયની એક્ટ્રેસ હોય કે, 90નાં દશકની સુંદર હીરોઈન હોય. આવી જ બે એક્ટ્રેસ છે રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી. જેમનો મનભેદ જગજાહેર છે. ત્યાં સુધી કે, એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે બંને એક્ટ્રસ એકબીજાનું મોઢું જોવાનું પણ પંસદ કરતી નહોતી. પણ હાલમાં જ આ બંને હીરોઈન હગ કરતાં જોવા મળી હતી. તેનાથી કોઈને પોતાની આંખ પર વિશ્વાસ થશે નહીં.

શિલ્પા શેટ્ટીની કટ્ટર દુશ્મન રવીના ટંડન હાલમાં જ રિઆલિટી શૉ ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં પહોંચી હતી. શિલ્પા આ શૉની જજ છે. શૉના સેટ પરથી શિલ્પા અને રવીનાનો એક એવો ફોટો સામે આવ્યો છે જેને જોઈને દરેક લોકો હેરાન થઈ જશે.

આ ફોટોને વિરલ ભયાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટોમાં રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી એકબીજાને હગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બંને શૉમાં બંને એક ગીત પર ડાન્સ કરતી જોવા મળશે. બંને વચ્ચેનું પોતાનાપણું જોઈને લાગી રહ્યું નથી કે, તેમની વચ્ચે ક્યારેક મનભેદ હશે.

શિલ્પા શેટ્ટી અને રવીના ટંડનના ઝઘડાનું મુખ્ય કારણ અક્ષય કુમાર હતાં. આ બંનેની સાથે અક્ષય કુમાર ક્યારેક રિલેશનશિપમાં હતાં. અક્ષય કુમાર પહેલાં રવીના ટંડનને ડેટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમનું અફેર શિલ્પા શેટ્ટી સાથે પણ થઈ ગયું હતું. અક્ષયે બંનેની સાથે લગ્નનો વાયદો કર્યો હતો.

1994માં આવેલી ફિલ્મ ‘મોહરા’માં કામ કર્યા દરમિયાન અક્ષય અને રવીના નજીક આવ્યા હતાં. બંને સિરિયસ રિલેશનશિપમાં હતા અને એવું પણ કહેવામાં આવતું હતું કે, તેમણે સગાઈ પણ કરી લીધી હતી. અક્ષયના પ્રેમમાં રવીનાએ ફિલ્મ સાઇન કરવાનું પણ બંધ કરી દીધું હતું. તે તેમની સાથે ઘર વસાવવા માંગતી હતી.

અક્ષય કુમાર નહોતો ઇચ્છતો કે, રવીના સાથે અફેર અથવા સગાઈની વાત લોકો સુધી પહોંચે કેમ કે, અક્ષયને તેની ફીમેલ ફેન્સને ખોવાનો ડર લાગતો હતો. થોડાંક સમય સુધી રવીના-અક્ષય વચ્ચે બધુ વ્યવસ્થિત ચાલતું હતું. પણ આ દરમિયાન ખબર પડી કે, અક્ષય કુમાર રવીનાની સાથે સાથે શિલ્પા શેટ્ટી સાથે પણ રિલેશનમાં છે.

અક્ષય કુમારે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. પણ શિલ્પાને ખબર પડી ગઈ હતી કે, અક્ષય તેને દગો દઈ રહ્યો છે. બ્રેકઅપ પછી શિલ્પાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ”અક્ષયે તેનો યૂઝ કર્યો અને મતલબ પુરો થઈ ગયા પછી તેને છોડી દીધી હતી. જોકે, હવે બંને વચ્ચે સંબંધ સામાન્ય છે.”

અક્ષય કુમાર સાથે બ્રેકઅપ પછી રવીના ટંડન ડિપ્રેશનમાં જતી રહી હતી. બંને સાથે ‘મોહરા’, ખિલાડીઓ કા ખિલાડી’, ‘દાવા’, ‘કિંમત’, ‘બારુદ’, ‘પોલીસ ફોર્સ’ અને ‘આન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રવીના ટંડને પછી બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા હતાં. હવે રવીના સાથે અક્ષયના સંબંધ પણ નોર્મલ થઈ ચૂક્યા છે.

તો શિલ્પા શેટ્ટીએ પણ અક્ષય કુમાર સાથે બ્રેકઅપ પછી થોડા વર્ષ બાદ બિઝનેસમેન રાજકુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતાં. શિલ્પા શેટ્ટીને બે બાળકો પણ છે. શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમાર સાથે ‘મેં ખિલીડી તું અનાડી’, ‘ઇન્સાફ’, ‘જાનવર’ અને ‘ધડકન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે શિલ્પા સાથે પણ અક્ષયના સંબંધ સામાન્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page