Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalનીતા અને મુકેશ અંબાણી એન્ટિલિયાના 27માં ફ્લોર કેમ રહે છે? જાણો કારણ

નીતા અને મુકેશ અંબાણી એન્ટિલિયાના 27માં ફ્લોર કેમ રહે છે? જાણો કારણ

શું તમે જાણો છો કે, એશિયાના સૌથી અમીર વ્યક્તિ ક્યાં રહે છે? કઈ બિલ્ડીંગમાં રહે છે? કયા ફ્લોર પર રહે છે? તેમના ઘરમાં કેટલો સ્ટાફ છે?…નથી જાણતાને? તો અમે તમને જણાવીએ કે મુકેશ અંબાણી ક્યાં અને કયા ફ્લોર પર રહે છે. મુકેશ અંબાણી દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિમાં સામેલ છે. મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈના અલ્ટ્રામાઉન્ટ રોડ પર એન્ટિલિયા નામના આલીશાન મહેલમાં રહે છે.

એન્ટિલિયામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, દીકરા આકાશ અંબાણી, વહુ શ્લોક મહેતા અને નાના દીકરા અનંત અંબાણી સાથે રહે છે. આ લંડનમાં બંકિઘમ પેલેસ પછી દુનિયાનું સૌથી મોંઘું ઘર છે. મુકેશ અંબાણીના આ આલીશાન બંગ્લોની કિંમત હજારો કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયાના 27માં માળ પર રહે છે. તમને એવું થતું હશે કે, કેમ મુકેશ અંબાણી પરિવાર સાથે 27માં ફ્લોર પર રહે છે? આ પાછળ એક રસપ્રદ કારણ છે.

એક રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમે 27માં માળ પર કેમ રહો છો? જેના જવાબમાં નીતા અંબાણીએ કહ્યું કે, 27માં માળે રહેવાનું સૌથી મોટું કારણ સૂર્યપ્રકાશ હતો. નીતા અંબાણી ઈચ્છતા હતા કે તેમનો પરિવાર જ્યાં પણ રહે ત્યાં રૂમમાં સૂર્યના કિરણો આવે. આ કારણે નીતા અંબાણી 27માં ફ્લોર પર રહે છે.

27માં માળ પર એટલી સુરક્ષા છે કે ત્યાં માત્ર અંબાણી પરિવારની નજીકના લોકોને જવાની જ મંજૂરી છે. અંબાણી પરિવારની કોઈ પણ વ્યક્તિ સેલિબ્રિટી કરતા ઓછી નથી અને તે ખૂબ જ રોયલ જીંદગી જીવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, એન્ટેલિયામાં અંબાણી પરિવારની સેવા માટે 600 લોકો કામ કરે છે.

એન્ટિલિયામાં કામ કરતા દરેક લોકોને જબરદસ્ત પગાર મળે છે. એના પરથી કહી શકાય કે અંબાણી મેન્સન કામ કરતા સ્ટાફના બાળકો અમેરિકામાં સ્ટડી કરી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ નીતા અંબાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમના સ્ટાફનો પગાર કેટલો છે. તો તેમણે કહ્યું કે દરેક સ્ટાફને તેમની કાર્યક્ષમતા મુજબ પગાર આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page