Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratવડોદરાની 24 વર્ષની યુવતી પોતાની જાત સાથે કરશે લગ્ન, પછી જાણો કોની...

વડોદરાની 24 વર્ષની યુવતી પોતાની જાત સાથે કરશે લગ્ન, પછી જાણો કોની સાથે મનાવશે હનીમૂન?

ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, જેને કારણે આ દિવસને લોકો ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે. વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેના આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.

ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માગતી નહોતી, પણ હું દુલ્હન બનવા માગતી હતી, જેથી મેં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પૂરું પાડવાવાળી પહેલી છોકરી છું.

પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી ક્ષમા કહે છે કે નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, પણ હવે એ સ્વપ્નને હું સાકાર કરવા જઇ રહી છું. લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની શકે છે, પરંતુ હું કહેવા માગું છું કે મહિલાનું પણ મહત્ત્વ હોય છે. તે એ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી હું આત્મ-વિવાહ કરવા જઇ રહી છું.

મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે, પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંદૂર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા છે. તેમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા છે.

વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. હું દુલ્હન બનવા માગું છું, પણ પત્ની બનવા માગતી નથી. મેં ચણિયાચોળી, ધોતી કુર્તા, સાડી અને જ્વેલરી ખરીદી છે. લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છું. હું બાળક એડોપ્ટ કરીશ અને તેમ ન કરી શકી તો NGOમાં બાળકો માટે કામ કરીશ.

ક્ષમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા છે. ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી ક્ષમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયાં સુધી રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page