Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodવર્ષોથી એક્ટિંગથી દૂર છે છતાં પણ હોટ બ્લૂટી બિપાશા બસૂ પતિ કરતાં...

વર્ષોથી એક્ટિંગથી દૂર છે છતાં પણ હોટ બ્લૂટી બિપાશા બસૂ પતિ કરતાં કરે છે વધૂ કમાણી

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અત્યારે એક્ટિંગથી દૂર પોતાની દીકરી અને પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેમ છતાં એક્ટ્રેસ કરોડોની માલિક છે, જાણો ક્યાંથી કમાય છે મોટી રકમ.

બિપાશા બાસુ છેલ્લા 8 વર્ષથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તે છેલ્લે ‘અલોન’ ફિલ્મમાં જોવા મળી હતી. તેમ છતાં, એક્ટ્રેસની લક્ઝુરિયલસ લાઇફસ્ટાઇલમાં કોઈ ઘટાડો થયો નથી. આજે પણ એક્ટ્રેસ એશો આરામથી જીવન જીવે છે.

બિપાશા ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની લક્ઝરી લાઈફની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.

વાસ્તવમાં બિપાશાએ 17 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, શરૂઆતમાં તેને તેના કાળા રંગના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કહેવાય છે ને કે જો મહેનત કરો તો ચોક્કસ તમને સફળતા હાંસલ થાય છે. બિપાશા સાથે પણ કંઈક આવું જ થયું હતું.

બિપાશાએ વર્ષ 2001માં ફિલ્મ ‘અજનબી’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે સુપરહિટ હોરર ફિલ્મ ‘રાજ’માં જોવા મળી હતી જે વર્ષ 2002માં આવી હતી. આ ફિલ્મે બિપાશાને રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ પછી તેણે ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી.

આ જ કારણ છે કે આજે એક્ટ્રેસ લગભગ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 111 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. એક્ટિંગ સિવાય, બિપાશા ઘણા એડ શૂટમાંથી પણ ઘણી કમાણી કરે છે. જ્યારે તેના પતિ કરણની કુલ સંપત્તિ 15 કરોડની આસપાસ છે.

અભિનેત્રીએ અત્યાર સુધીમાં એરિસ્ટોક્રેટ લગેજ, ફા ડિઓડોરન્ટ, ગિલી જ્વેલરી, કેડિલા સુગર ફ્રી ગોલ્ડ, હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ સહિત ઘણી મોટી બ્રાન્ડ્સ માટે શૂટિંગ કર્યું છે. જેમાંથી તેણે કરોડોની કમાણી કરી છે.

આ સિવાય તેણે ઘણા સ્ટેજ શો પણ કર્યા છે. એક્ટ્રેસ એક શો માટે લગભગ 2 કરોડ રૂપિયાની ફી લે છે. આ સાથે બિપાશાએ ‘લવ યોરસેલ્ફ બ્રેક ફ્રી’ નામની ડીવીડી પણ લોન્ચ કરી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે અભિનેત્રી તેના પતિ કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે સમય વિતાવી રહી છે. જેની ઝલક તમે એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page