Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratChandrayaan 3: ચંદ્રયાન 3ની સફળતા માટે આ ગુજરાતીએ નિભાવી છે મહત્ત્વની ભૂમિકા

Chandrayaan 3: ચંદ્રયાન 3ની સફળતા માટે આ ગુજરાતીએ નિભાવી છે મહત્ત્વની ભૂમિકા

ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરી ગયું છે. આ ચંદ્રયાન બનાવવામાં ભારતની અનેક પ્રાઇવેટ અને સરકારી કંપનીઓએ યોગદાન આપ્યું છે. ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ગૌરવની વાત છે કે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ તે સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની છેલ્લા 30 વર્ષથી ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશ બનાવે છે તે ચંદ્રયાન 3 ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને મોકલવામાં આવે છે જ્યારે ચંદ્રયાન ચંદ્ર તરફ આગળ વધશે ત્યારે એટલે કે જ્યારે તેને લોન્ચ કરવામાં આવશે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં અત્યંત ગંભીર બ્લાસ્ટ થાય છે જે 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ ગરમ હોય છે.આ ગરમી વાયરીંગને નુકસાન ન કરે આ માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશ નું આવરણ તેની ઉપર ચઢાવવામાં આવે છે જેનાથી આ બ્લાસ્ટ એની જ્વાળાઓની અસર યાન પર થતી નથી. આ સ્ક્વિબ્સ ઇગ્નીશ ખૂબ જ મહત્વનો ભાગ યાન માટે ભજવે છે. અને તે સુરતની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

પરંતુ જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 આજે એક મહત્વનો કોમ્પોનેટ્સ છે સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની જે સ્કિવબ્સ આવે છે તેનો ઉપયોગ ઈસરો દ્વારા કરવામાં આવે છે ચંદ્રયાન 20માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો. રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને મોકલવામાં આવે છે જ્યારે ચંદ્રયાન ચંદ્ર તરફ આગળ વધશે ત્યારે એટલે કે જ્યારે તેને લોન્ચ કરવામાં આવશે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં અત્યંત ગંભીર બ્લાસ્ટ થાય છે જે 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ ગરમ હોય છે.

કોમ્પોનેન્ટ ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરાય છે

આ ગરમી વાયરીંગને નુકસાન ન કરે આ માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશ નું આવરણ તેની ઉપર ચઢાવવામાં આવે છે જેનાથી આ બ્લાસ્ટ એની જ્વાળાઓની અસર યાન પર થતી નથી. પ્રકારનો કોમ્પોનેન્ટ ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરાય છે. ઈસરોના વૈજ્ઞાનિકો સુરતની આ કંપની પોતાનાં તમામ મોટા પ્રોજેક્ટ માટે ભરોસો મૂકીએ છે. કલ્યાણ માટે પણ આ કંપનીના સિરેમીકનો ઉપયોગ થયો હતો.

અલગ અલગ પ્રકારના સ્ક્વિબ્સ-

હિમસન સિરેમિક કંપનીના ડાયરેક્ટર નિમેષભાઈ બચકાની વાલાએ અમારી કંપની 1994 થી સેટેલાઈટ અને સ્પેસયાન આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને આપે છે. અમે અલગ અલગ પ્રકારના સ્ક્વિબ્સ બનાવીને ઈસરોને સપ્લાય કરીએ છે. ચંદ્રયાન ત્રણમાં પણ કંપની દ્વારા તૈયાર સ્ક્વિબ્સ કમ્પોનન્ટ્સ લાગ્યા છે

વાયરીંગ સુરક્ષિત રહે છે

સાથે તેઓએ જણાવ્યું હતું કે, દ્વારા જે પાર્ટ્સ બનાવવામાં આવે છે તે યાનના નીચેના ભાગમાં લગાવવામાં આવતું હોય છે જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન તેમજ ઇગ્નિશણ માં થાય છે. આ ખાસ પાર્ટ્સના કારણે વાયરીંગ સુરક્ષિત રહે છે અને તેમાં કોઈપણ પ્રકારે આગ લાગતી નથી કારણ કે યાન ને લોન્ચ કરવામાં આવે છે તો નીચેના ભાગમાં ફાયરિંગ જોવા મળે છે એ ઉપર વાયરીંગ તરફ ન આવે અને વાયરીંગ સુરક્ષિત રહે તે માટે આ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page