Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratસૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના લોકો થઈ જજો સાવધાન, આગામી 48 કલાકમાં ભારે...

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના લોકો થઈ જજો સાવધાન, આગામી 48 કલાકમાં ભારે ઠંડીની આગાહી

અમદાવાદ: હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલા હિમ વર્ષા ને કારણે હાલ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં ઠંડા અને સુકા પવન ફુંકાવાના કારણે પારો ગગડ્યો છે જેને લઈને ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નલિયામાં સૌથી વધુ 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે શિયાળાની સિઝનનો અત્યાર સુધીનો ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ત્રણ દિવસમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે તેવં હવામાન વિભાગે કહ્યું છે.

મહત્વની વાત છે કે, હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કોલ્ડવેવ જોવા મળશે. જેમાં ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાશે તેવી શક્યતા છે. તેમજ 24 કલાક દરમિયાન 3 ડિગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આગામી બે દિવસ ઠંડીનુ જોર યથાવત રહેશે.

નોંધનીય છે કે, ઉતરપૂર્વના પવનો ફુંકાય રહ્યા છે અને ઉતર ભારતમાં ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહે છે. ઉત્તર ભારતમાં ઠંડીએ જોર પકડ્યું છે જેના કારણે આજથી ગુજરાતમાં એકાએક ઠંડી વધવા લાગી છે. કારણ કે ડિસેમ્બરના અંતમાં લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે અને લોકો શિયાળાની ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

શિયાળામાં સુસવાટા મારતા ઠંડા પવનને કારણે ઠંડી વધારે લાગે છે જેના કારણે બિમાર પડવાની સંભાવના વધી જાય છે. શિયાળામાં શરદી, તાવ, ખાંસી, કફ જેવી બિમારી થઈ જતી હોય છે. શિયાળામાં ઠંડી ન લાગે તેની તકેદારે રાખવી જોઈએ. શિયાળામાં આટલું કામ કરજો જેનાથી બિમારી રોકાઈ શકે છે. શરીર પર ગરમ કપડાં પહેરાવા જોઈએ જેનાથી ઠંડી લાગે નહીં. ઠંડી હંમેશાં છાતી, પગ અને માથાના ભાગેથી વાટે શરીરમાં જતી હોય છે. છાતીના ભાગે ઠંડી સૌથી વધારે અસર કરતી હોય છે અને વધુ ઠંડી લાગતાં છાતી જકડાઈ જતી હોય છે. ગળામાં બળતરા થાય છે અને ઉધરસ આવે છે અને તાવ પણ આવે છે.

સામાન્ય રીતે આપણે હાથ, પગ અને માથું ખુલ્લા રાખીએ છીએ જેના કારણે બિમારી આવી શકે છે. શિયાળામાં હાથ-પગનાં મોજાં પહેરવા અને માથે ગરમ કે સુતરાઉ સ્કાર્ફ બાંધવો. ખાસ કરીને બાઈક પર જતાં હો તો આટલી કાળજી જરૂર રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page